ગ્વાલિયરઃ અયોધ્યા વિવાદનું સમાધાન લાવવા માટે મધ્યસ્થતાનો રસ્તો અપનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદના સર્વમાન્ય સમાધાન માટે આ મોટો નિર્ણય લીધો
છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે 3 સભ્યોની પેનલ પણ બનાવી છે. તો ગ્વાલિયરમાં ચાલી રહેલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રતિનિધી સભા બેઠકમાં મંદિર નિર્માણમાં આવનારા વિઘ્નોને દૂર કરવાની અપીલ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ગ્વાલિયરમાં 8 થી 10 માર્ચ સુધી સંઘ પ્રતિનિધિની સભા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આરએસએસે સબરીમાલા મંદિર મામલાનું ઉદાહરણ આપતા સવાલ ઉઠાવ્યો કે આખરે ન્યાય પ્રક્રિયા તેજ કરવા છતા રામ જન્મભૂમિ મામલાનું સમાધાન શાં માટે અત્યારસુધી નથી નિકળી શક્યું. જો કે આરએસએસે કહ્યું કે તેમને ન્યાય વ્યવસ્થામાં પૂર્ણ ભરોસો છે પરંતુ આ મામલાનું સમાધાન આવવું જોઈએ અને મંદિર નિર્માણમાં આવનારા વિઘ્નોને દૂર કરવામાં આવવા જોઈએ.
અખિલ ભારતીય પ્રતિનિધી સભાની ગ્વાલિયરમાં ત્રણ દિવસીય બેઠક દરમિયાન આરએસએસે આ મુદ્દાઓને ઉઠાવ્યા. આરએસએસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટિપ્પણીના ક્રમમાં સબરીમાલા મંદિરનું ઉદાહરણ આપવામાં આવ્યું. તો બીજી બાજુ રામ જન્મભૂમિનો મામલો લાંબા સમયથી લંબિત છે. કાયદાકીય પ્રક્રિયા તેજ હોવા છતા પણ હજી સુધી સમાધાન નથી નિકળ્યું અને હવે સુપ્રિમ કોર્ટનું વલણ હેરાન કરનારું છે. આરએસએસે કહ્યું કે એ સમજની બહાર છે કે હિંદુઓની આસ્થા સાથે જોડાયેલા આ સંવેદનશિલ મામલાને સુપ્રીમ કોર્ટે પ્રાથમિકતા આપી નથી.