બ્લુમબર્ગઃ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હોસ્પિટલોને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ગિલિયડ સાયન્સિસ ઇન્ક. દ્વારા ઉત્પાદિત દવા રેમડેસિવિરનો વપરાશ કરી શકે છે. વળી, વેકલરી નામની બ્રાન્ડ હેઠળ વેચાતી રેમડેસિવિર દવાથી દર્દીમાં રિકવરી ઝડપથી આવે છે અને દર્દીને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની ઓછી જરૂર પડે છે, પરંતુ ગઈ કાલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) આ દવા પર બ્રેક મારતાં કહ્યું છે કે ડોક્ટર આ દવાનો વપરાશ કરવાથી બચે.
હાલમાં કોઈ પુરાવા નથી મળ્યા કે કોરોના સંક્રમિત દર્દીઓ આ દવાથી સ્વસ્થ થાય છે અને તેમની સ્થિતિમાં સુધારો થાય છે- WHOએ આના માટે ઊંડા અભ્યાસનો હવાલો આપતાં કહ્યું હતું કે પુરાવા સૂચવે છે કે એ રેમડેસિવિરના ઉપયોગથી મૃત્યુદર ઘટ્યો હોય, વેન્ટિલેશનની આવશ્યકતા ઓછી થઈ હોય કે દર્દીના સ્વાસ્થ્યમાં સુધારો થયો હોય.
WHOના નિષ્ણાતોના ગ્રુપે એક મેડિકલ જર્નલમાં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં લખ્યું હતું કે રેમડેસિવિર નાના અને અનિશ્ચિત લાભ થાય છે, પણ એના કરતાં એનાથી નુકસાનની સંભાવના વધુ છે. તેમણે ગિલિયડના રેમેડિસિવરની તરફેણના અન્ય અભ્યાસોના દાવાને નકારી કાઢ્યા હતા.
WHOએ રેમડેસિવિરના વપરાશ પર લાલબત્તી દાખવતાં આ દવાનો વધુપડતો ઉપયોગ અને મંજૂરી આપવી એ જોખમી છે. એણ એ વાત પર પ્રકાશ ફેંક્યો હતો કે FDAએ વ્હાઇટ હાઉસના દબાણમાં કોવિડ-19ની સારવારમાં આ દવા માટે મંજૂરી આપી છે.
