પણજીઃ દેશમાં આવું ક્યારેય નથી થયું. આ સ્પષ્ટ રીતે મતદાતાઓના જનાદેશનો અનાદરનું પ્રતિબિંબ છે. ગોવામાં કમસે કમ 24 વિધાનસભ્ય- જે 40 સભ્યોવાળી કુલ રાજ્ય વિધાનસભાની કુલ સંખ્યાના 60 ટકા છે, જેમણે છેલ્લાં પાંચ વર્ષોમાં પાર્ટી બદલી છે- જે ભારતમાં એક રેકોર્ડ છે. ગોવામાં પાર્ટીબદલુ નેતાઓ એ અનોખો રેકોર્ડ બનાવ્યો છે, જે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં અદ્વિતીય છે, એમ એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રિપોર્ટમાં કહ્યું હતું.
વર્તમાન વિધાનસભા (2017-2022)નાં પાંચ વર્ષના સમયગાળામાં 24 વિધાનસભ્યોએ પોતાની પાર્ટીઓ બદલી છે. આ ભારતમાં ક્યારેય નથી થયું.નૈતિકતા અને અનુશાસન માટે એક કઠોર દ્રષ્ટિકોણ અનિયંત્રિત લાલચથી સૌથી ખરાબ સ્થિતિમાં છે, એમ અહેવાલ કહે છે.
ગોવાના 24 વિધાનસભ્યોની યાદીમાં વિશ્વજિત રાણે, સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેનાં નામ સામેલ નથી, જેમણે 2017માં કોંગ્રેસના વિધાનસભ્યો તરીકે રાજીનામાં આપીને ચૂંટણી લડતાં પહેલાં સત્તારૂઢ ભાજપની ટિકિટ લડવા સામેલ થયા હતા. 2019માં કોંગ્રેસના 10 વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા હતા. આમાં વિપક્ષના તત્કાલીન નેતા ચંદ્રકાંત કાવલેકર (ક્યુપેમ મતક્ષેત્ર) પણ સામેલ હતા.