ચેરાપુંજીમાં એક જ દિવસમાં 972 મિ.મી. વરસાદ પડ્યો

ચેરાપુંજી: ભારતમાં દર વર્ષે સૌથી વધારે વરસાદ ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં પહાડો પર વસેલા નગર ચેરાપુંજીમાં પડતો હોય છે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાક દરમિયાન અહીં 972 મિ.મી. વરસાદ પડ્યો હતો. હજી બે દિવસ પહેલાં જ રોજ 811 મિ.મી. વરસાદ પડ્યો હતો. આ વરસાદ 1995ની સાલ કરતાં સૌથી વધારે છે અને છેલ્લા 122 વર્ષમાં ત્રીજા નંબરનો સૌથી વધારે છે.

વરસાદને કારણે દુનિયામાં સૌથી વધારે ભીના રહેતા સ્થળોમાંનું એક ચેરાપુંજી છે. આજે સવાર સુધીમાં આ પહાડી નગરમાં આ મહિનાનો કુલ વરસાદ 4081.3 મિ.મી. નોંધાયો છે.