મોદી પોતે મહેલોમાં રહે છે અને માતાને 10બાય10ની ઓરડીમાં રાખે છેઃ કોંગ્રેસ નેતા અલવી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વયોવૃદ્ધ માતા હીરાબા ફરી એકવાર કોંગ્રેસના નિશાને આવ્યાં છે. કોંગ્રેસ નેતા રાશિદ અલવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના માતા હીરાબાને સારી રીતે ન રાખતાં હોવાનો આરોપ મૂક્યો છે. રાશિદ અલવીએ ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આવી વ્યક્તિગત ટીપ્પણી કરી છે. અલવીએ કહ્યું કે મોદી તેમની માતાની યોગ્ય રીતે દેખભાળ નથી કરી રહ્યાં અને તેમ કરીને તેમણે યુવાનો સમક્ષ ખોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે.અલવીએ વધુમાં કહ્યું કે મોદી પોતે તો મહેલોમાં રહે છે સૂટ પહેરે છે અને લાખો રુપિયાની કીમતી પેન રાખે છે, પણ પોતાની માતાને દસ બાય દસના કમરામાં રાખે છે. અલવીએ પૂછ્યું કે મોદી દેશના યુવાનોને આ કયા પ્રકારનો સંદેશ આપી રહ્યાં છે.કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે 2019માં મોદી જો ફરી સત્તામાં આવશે તો લોકતંત્ર ખતમ થઈ જશે. લોકોનું વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ જશે અને તેમના જેવા નેતાએ ભાષણ આપવું મુશ્કેલ બની જશે. ભાજપના નેતાઓ પર ભડકાવવાવાળા નિવેદન આપવાના આરોપ પણ અલવીએ મૂક્યાં.

જેમજેમ લોકસભા ચૂંટણી નજીક આવે છે તેમતેમ અલવી સહિત તમામ નેતાઓની બયાનબાજીમાં વિરોધી નેતાઓ માટે ઝેરીલી ટીપ્પણીઓ કરવાનું પ્રમાણ વધી રહ્યું છે. અલવીએ પોતે જોકે યોગી આદિત્યનાથ વિરુદ્ધ વિવાદી નિવેદન આપતાં ઝેરીલા સાપની ઉપમા આપી હતી. તેમણે કહ્યું હતું કે જંગલ કા અજગર જો કિ પૂંછ સે લેકર સિર તક જહર સે ભરા હોતા હૈ, યોગી કો દેખકર અપના રાસ્તા બદલ લેતા હૈ, સોચતા હૈ કી એક ઇન્સાન ઉસસે જ્યાદા જહરીલા કૈસે હો સકતા હૈ.