નવી દિલ્હીઃ દેશભરમાં અત્યારે સંપૂર્ણ લોકડાઉનને જોતા દૂરદર્શન પર રામાયણનું ફરીથી પ્રસારણ કરવામાં આવી રહ્યું. લોકો રામાયણને ખૂબ પસંદ કરી રહ્યા છે. આજના એપિસોડમાં બતાવવામાં આવ્યું કે રામે રાવણનો વધ કરી દીધો. ત્યારે દર્શકોના મગજમાં વાત ચાલી રહી છે કે, રામાયણ રાવણના વધ સાથે ખતમ થઈ જશે, પરંતુ રામાયણના ક્રેઝને જોતા હવે દૂરદર્શન પર લવ-કુશના બીજીવાર પ્રસારણનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે લવ-કુશ 1988 માં દૂરદર્શન પર ઉત્તર રામાયણના નામથી પ્રસારિત કરવામાં આવી હતી. આને પણ રામાનંદ સાગરે જ બનાવી હતી. લવ-કુશના પ્રસારણની જાણકારી પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે ટ્વીટ કરીને આપી છે.