નવી દિલ્હીઃ દેશમાં સુરક્ષિત માતૃત્વને પ્રોત્સાહન આપવા અને નવજાત મૃત્યુદર ઘટાડવા માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન અંતર્ગત સગર્ભા જનની સુરક્ષા યોજના ચલાવવામાં આવી રહી છે. વળી, આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાને ડિલિવરી અને ડિલિવરી પછી સારસંભાળ માટે રોકડ સહાય પણ કરવામાં આવે છે. આ યોજના એ માતાઓને સહાય કરે છે, જે સરાકીર હેલ્થ કેન્દ્રોમાં અને માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં દાખલ થાય છે.
ગ્રાણીણ ક્ષેત્રોમાં બધી ઉંમરની સગર્ભા માતાઓ, બાળકના જન્મ અને નીચલા વર્ષની આવક (BPL અને APL)ધારકોને જાહેર આરોગ્ય સુવિધાઓમાં રૂ. 1400ની રોકડ સહાય મળશે. આ પ્રમાણે શહેરી વિસ્તારોમાં બધી ઉંમરની માતાઓને, બાળકના જન્મ સમયે અને (BPL અને APL)ધારકોને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાંથી સારવાર માટે રૂ. 1000ની રોકડ સહાય મળશે. સરકાર BPL કેટેગરીમાં મહિલાઓને ઘરે બાળકના જન્મ માટે રૂ. 500ની સહાય આપે છે. આ માટેની વધુ વિગતો માટે 104 ડાયલ કરો અથવા તમારી નજીકની સરકારી હોસ્પિટલ અને જેતે વિસ્તારની આશા કાર્યકર્તાનો સંપર્ક સાધો.
મુખ્ય મેડિકલ ઓફિસ ડો. અનિલ ભટ્ટે જણાવ્યું હતું કે જનની સુરક્ષા યોજના અંતર્ગત અપાતી સુવિધાને કારણે પ્રસવ દરમ્યાન થનારી માતા અને શિશુના મોતમાં ઘટાડો થયો છે. પ્રસવ દરમ્યાન જટિલતાઓને કારણે હોસ્પિટલ કે ખાનગી હોસ્ટિપટલમાં પ્રસવ થાય એ બહુ જરૂરી છે.