CDS રાવત, બે CMનાં એક જ પેટર્નથી મોત કેમ થયાં?

નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન YSR રેડ્ડીએ બેલ-430 હેલિકોપ્ટરે સપ્ટેમ્બર,2009માં ઉડાન ભરી હતી. થોડી વાર પછી તેમનું એરક્રાફટ નલ્લામાલાનાં જંગલોમાં લાપતા થયું હતું. તેમનું એ પછી હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું. એપ્રિલ, 2011માં અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દોરજી ખાંડુ પવન હંસના AS-B350-B3 હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. 20 મિનિટ પછી તવાંગનાં જંગલોમાં તેમનું હેલિકોપ્ટર લાપતા થયું હતું.

ડિસેમ્બર, 2021માં CDS જનરલ બિપિન રાવચે MI-17 V5  હેલિકોપ્ટરમાં સુલુરથી ઉડાન ભરી હતી. 20 મિનિટ પછી નીલગિરિનાં જંગલોમાં લાપતા થયું હતું.

ત્રણે દુર્ઘટનાઓમાં એક કોમન પેટર્ન હતી- હેલિકોપ્ટ, પહાડી વિસ્તાર અને ખરાબ હવામાન.

CDS  જનરલ બિપિન રાવત MI-17 V5 હેલિકોપ્ટર ક્રેશ થયું એ એરક્રાફ્ટ ઇન્ડિયન એરફોર્સનું હતું. ટ્રાન્સપોર્ટ કેટેગરીમાં વિશ્વનું એ સૌથી આધુનિક હેલિકોપ્ટર ગણાય છે. આ હેલિકોપ્ટરમાં બે એન્જિન હોય છે અને સેફ્ટી સિસ્ટમ પણ લાગેલી હોય છે. આ હેલિકોપ્ટરમાં CDS બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા રાવત સહિત 13 લોકોનાં મોત થયાં હતાં.

નિષ્ણાતોનું કહેવું છે કે હેલિકોપ્ટર માટે લાઇન ઓફ સાઇટ ક્લિયર હોવું બહુ જરૂરી હોય છે. જો મોસમ ખરાબ હોય અથવા વાદળો હોય તો એ હેલિકોપ્ટરમાંથી સામે કંઈ દેખાતું નથી. આવા કારણે પાઇટલ હેલિકોપ્ટરને ઓછી ઊંચાઈએ ઉડાડે છે, જેથી બધું સ્પષ્ટ દેખાય, પણ એને લીધે હેલિકોપ્ટર કોઈક વસ્તુ સાથે ટકરાઈ જાય છે.