ખેડૂત આંદોલનમાં 48 કલાકમાં સમાધાનની શક્યતા : ચોટાલા

નવી દિલ્હીઃ ખેડૂત નેતાઓએ શનિવારે નવા કૃષિ કાયદાઓને પરત લેવાની માગને સાથે આંદોલનને વધુ ઉગ્ર કરવાનું એલાન કર્યું છે. ખેડૂતોએ કહ્યું છે કે તેઓ 14 ડિસેમ્બરથી ભૂખ હડતાળ કરશે. આ મુદ્દે ખેડૂતોએ અનેક ટોલ પ્લાઝા પર કબજો કરી લીધો હતો અને રસ્તાઓ જામ કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. બીજી બાજુ, હરિયાણાના ઉપ મુખ્ય પ્રધાન દુષ્યંત ચોટાલાએ શનિવારે મોડી સાંજે કહ્યું હતું કે મને આશા છે કે કેન્દ્ર અને કિસાન સંઘની વચ્ચે આપસી સહમતીથી આંદોલન મુદ્દે વાતચીતથી હલ નીકળશે. હું આગામી 24થી 40 કલાક માટે આશાવાદી છું. સરકાર અને ખેડૂતો વચ્ચે એક વધુ વાટાઘાટ થશે અને કેટલાક મુદ્દે નિર્ણયો લેવાશે. દુષ્યંત ચોટાલાએ કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરથી મુલાકાત કર્યા પછી આ વાત કહી હતી.

તેમણે કહ્યું હતું કે કેન્દ્ર જે રીતે ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યું છે. તેઓ પણ ખેડૂત આંદોલનમાં સમાધાન ઇચ્છે છે. મને આશા છે કે 24થી 40 કલાકમાં અંતિમ દોરની વાતચીતમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલથી મુલાકાત કરી હતી. બે પક્ષોમાં છ રાઉન્ડની બેઠક થઈ છે. હવે સાતમા દોરની વાતચીત જલદી થશે. 48 કલાકમાં સમાધાન નીકળવાની સંભાવના છે.

જેજેપીએ કિસાન મુદ્દે ભાજપ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું છે. દુષ્યંત ચોટાલાએ હાલમાં જ ખેડૂતોને મુદ્દે તેમની પાર્ટીના વિધાનસભ્યોની સાથે બેઠક કરી હતી. જેજેપીના સંસ્થાપક અને પાર્ટીના અધ્યક્ષ અજય ચોટાલા પણ કહી ચૂક્યા છે કે સરકારના દિગ્ગજ એ કહેતા ફરી રહ્યા છે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)  જારી રહેશે તો એને બિલમાં સામેલ કરવામાં શી મુશ્કેલી છે?