હૈદરાબાદની દવા ફેક્ટરીમાં ભીષણ આગ, આઠ જણ ઘાયલ

હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં દવા ફેકટરીમાં શનિવારે ભીષણ આગ લાગી હતી. આ આગમાં સાતથી આઠ લોકો દાઝ્યા હોવાની આશંકા છે. આ ફેક્ટરીમાં આગ વિસ્ફોટને કારણે લાગી હતી. વિંધ્યા ઓર્ગેનિક્સની આ દવા યુનિટી સાંગારેડ્ડી જિલ્લાના બોલ્લારમ ઓદ્યૌગિક ક્ષેત્રમાં સ્થિત છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક પ્રત્યક્ષદર્શી દ્વારા બનાવવામાં આવેલા વિડિયોમાં ફેક્ટરીમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાઈ રહ્યા છે.

પોલીસનું કહેવું છે કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ગેસ લીકેજ અથવા કોઈ અન્ય જોખમ નથી ઊભું થયું.

આગ લાગવાની સૂચના મળતાં ફાયરબ્રિગ્રેડની ગાડીઓ આગ બુઝાવવા ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગ કયાં કારણોસર લાગી હતી, એની માહિતી નથી મળી.