બ્રિક્સ સમિટમાં ભાગ લેવા PM મોદી રશિયા જવા રવાના

નવી દિલ્હીઃ PM મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બે દિવસીય રશિયના પહોંચવાના છે. બ્રિક્સ સંમેલનમાં વિશ્વની નજર PM મોદી પર છે, કેમ કે રશિયામાં કયા દેશોના વડા સાથે તેમની દ્વિપક્ષી બેઠક થવાની છે. રશિયામાં ભારતના એમ્બેસેડર વિનયકુમારે કહ્યું હતું કે PM મોદી કઝાનમાં બ્રિક્સના દેશના સમકક્ષો સાથે દ્વિપક્ષી બેઠકો કરશે.

આજથી 16મા બ્રિકસ શિખર સંમેલનની શરૂઆત થઈ રહી છે. જેની બે દિવસીય કોન્ફરન્સની અધ્યક્ષતા રશિયા કરી રહ્યું છે. પીએમ મોદી કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરશે. પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને જિનપિંગ સાથે પણ મુલાકાત થઈ શકે છે.

આ પહેલાં જુલાઈ, 2024માં પણ PM મોદીએ પુતિન સાથે ભારત-રશિયાની વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. જેમાં તેમણએ રશિયા-યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કર્યા હતા. આ ઉપરાંત અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

બ્રિક્સ સમિટ શું છે?

બ્રિક્સ સમિટ એ બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા, ભારત, ઈરાન, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશો એક ગ્રુપ છે. જેનો ઉદ્દેશ વિકાસશીલ દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા, સંકલન જાળવી રાખવા, એકબીજા સાથે રાજકીય સંબંધો સુધારવા અને પરસ્પર આર્થિક સહાયતામાં સહકાર આપવાનો છે. આ વખતે રશિયા 16મી બ્રિક્સ સંમેલનનું આયોજન કરી રહ્યું છે.