નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત 11મા દિવસે વધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમાઈ છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો સતત ચાલુ છે. ક્રૂડ ઓઇલ સસ્તું છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ 21 મહિનાની ટોચે પહોચ્યા છે. પાછલા 11 દિવસોમાં પેટ્રોલમા જ્યાં પ્રતિ લિટરે રૂ. છનો વધારો થયો છે, ત્યાં ડીઝલની કિંમતમાં પણ રૂ. 6.40નો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિ લિટરે પેટ્રોલનો ભાવ વધીને રૂ. 77.28 થયો હતો, જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લિટરે રૂ. 75.79એ પહોંચ્યો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં અનુક્રમે 53 પૈસા અને 60 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
સોનિયા ગાંધીએ વડા પ્રધાનને કિંમતોમાં વધારા અંગે પત્ર લખ્યો
પેટ્રોલ અને ડીઝલમાં સતત 11 દિવસથી થઈ રહેલા વધારાને લઈને કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને આ વધારો પાછો ખેંચવાની માગ કરી છે. તેમણે પત્રમાં કહ્યું હતું કે કોરોના વાઇરસ સંકટથી ઝઝૂમી રહેલા દેશ માટે આ નિર્ણય અસંવેદનશીલ છે. સરકાર લોકોને લાભ પહોંચાડવા માટે કોઈ કામ નથી કરી રહી. તેમણે કહ્યું હતું કે દેશમાં એક તો લોકોની નોકરીઓ ગઈ છે અને એમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો મારથી મોંઘવારી બેકાબૂ બનશે.
શહેરનું નામ | પેટ્રોલ
રૂ. પ્રતિ લિટર |
ડીઝલ
રૂ. પ્રતિ લિટર |
દિલ્હી | 77.28 | 75.79 | |
મુંબઈ | 84.15 | 74.32 | |
ચેન્નઈ | 80.86 | 73.69 | |
કોલકાતા | 79.08 | 71.38 | |
નોએડા | 78.67 | 68.89 | |
રાંચી | 75.86 | 72.08 | |
બેંગલુરુ | 79.79 | 72.07 | |
પટના | 80.79 | 73.76 | |
ચંડીગઢ | 74.39 | 67.75 | |
લખનૌ | 78.57 | 68.80 |
તમારા શહેરમાં શું પેટ્રોલ અને ડીઝલની કિંમત… આવો જાણીએ
પેટ્રોલ અને ડીઝલની કિંમતો રોજ બદલાય છે અને સવારે છ કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો RSP લખીને 922499249 નંબર પર BPCLના ગ્રાહકો RSP લખીને 9223112222 લખીને અને HPCLના ગ્રાહકો HPPrice ળખીને 9222201122 નંબરક પર મોકલીને ભાવ જાણી શકે છે.