નવી દિલ્હીઃ NDA સીટ વહેંચણીથી રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા નારાજ છે. પાર્ટીને NDAમાં એક સીટ મળી છે, જ્યારે તેમની બે સીટની માગ હતી. બીજી બાજુ, કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસે મોદી મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. બિહારમાં તેમની પાર્ટીને એક પણ સીટ નથી મળી.
બિહારમાં NDAમાં સીટોની વહેંચણીનું એલાન થઈ ચૂક્યું છે. સીટ વહેંચણી હેઠળ ભાજપ ફરી એક વાર મોટા ભાઈની ભૂમિકા છે. ભાજપ બિહારમાં 17 સીટો પર ચૂંટણી લડી રહ્યો છે, જ્યારે JDUના ખાતામાં 16 સીટો આવી છે. અન્ય સહયોગી પક્ષોમાં- ચિરાગ પાસવાની લોકજનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ને પાંચ, HAMને એક તથા ઉપેન્દ્ર કુળવાહાની પાર્ટી- રાષ્ટ્રીય લોક જનતા દળને એક સીટ મળી છે. એમાં પશુપતિ પારસની RLJPને એક પણ સીટ નથી આપવામાં આવી.
તેમણે કહ્યું હતું કે મારી અને મારી પાર્ટી સાથે અન્યાય થયો. એક પણ બેઠક નથી આપવામાં આવી. મેં મારું રાજીનામું મોકલી દીધું છે. મેં લગન અને વફાદારીથી NDAની સેવા કરી, પરંતુ મારી સાથે વ્યક્તિગત ન્યાય નથી થયો. આજે પણ હું વડા પ્રધાન મોદીનો અહેમાનમંદ છું. મેં જેટલું બોલવું હતું એટલું બોલી લીધું છે. ભવિષ્યનું રાજકારણ અમે પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે બેસીને વિચારવિમર્શ કરીશું.તેમણે વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં કહ્યું હતું કે હું આપને જાણ કરું છુ કે હું અમુક કારણોસર મંત્રીમંડળમાંથી રાજીનામું આપું છું. એ દરમ્યાન મંત્રી પરિષદના સભ્ય તરીકે મારી પર વિશ્વાસ મૂકવા બદલ તમારો આભાર.