નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકાર 2.0 નું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવી છે. જો કે વિપક્ષે આ બેજટને લઈને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.જાણીએ કોણો શું કહ્યું…
રાહુલ ગાંધીએ કહ્યું કે, મુખ્ય મુદ્દો બેરોજગારી છે. મેં આ બજેટમાં તેવો કોઈ રણનીતિક વિચાર જોયો નથી, જેથી યુવાઓને રોજગારી મળે. રાહુલ ગાંધીએ કહ્યું કે, આટલા લાંબા બજેટમાં માત્ર આંકડાનો જુમલો હતો. વારંવાર વસ્તુ રિપીટ થતી હતી. તેમણે કહ્યું કે, સરકારને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? અર્થવ્યવસ્થા ક્યાં જઈ રહી છે?
ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે, નાદાર સરકારનું નાદાર બજેટ છે. ભાજપ અર્થવ્યવસ્થાને લઈને નિષ્ફળ છે. યૂપીમાં ભાજપની સરકાર છે, પરંતુ રોકાણ લાવવાના નામ પર કંઇ નથી. રોજગાર કેમ ઉભો થશે, મોદી સરકાર બેરોજગાદી કેમ દૂર કરશે? આ બજેટ આંકડાની માયાજાળ છે જેથી અન્ય મુદ્દાથી ધ્યાન ભટકાવી શકાય.
અરવિંદ કેજરીવાલે બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દિલ્હીને બજેટમાંથી મોટી અપેક્ષાઓ હતી. પરંતુ એકવાર ફરીથી દિલ્હી વાળા લોકો સાથે સોતેલા જેવો વ્યવહાર થયો છે.દિલ્હી ભાજપની પ્રાથમિકતાઓમાં નથી આવતું, તો પછી દિલ્હીના લોકો ભાજપને શાં માટે વોટ આપે? પ્રશ્ન એપણ છે કે ચૂંટણી પહેલા જ જ્યારે ભાજપ દિલ્હીને નિરાશ કરી રહી છે તો પછી ચૂંટણી પછી પોતાના વચનો કેવી રીતે નિભાવશે?