રસીના સપ્લાયના વિલંબ બદલ એસ્ટ્રાઝેનકાની SIIને નોટિસ

નવી દિલ્હીઃ એસ્ટ્રાઝેનકાએ કોવિડની રસીના સપ્લાયમાં વિલંબને લઈને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)એ કાનૂની નોટિસ મોકલી છે. SIIના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે ભારતમાં કોવિશીલ્ડ રસીની હાલની ઉત્પાદન ક્ષમતા ભારતમાં વધતી માગને લીધે દબાણમાં છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે અન્ય દેશો માટે કોવિશીલ્ડ શિપમેન્ટ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ભારતની સાથે ફર્સ્ટ ક્લેમ સોદો સમજવામાં મુશ્કેલ છે. જ્યાં પ્રતિ ડોઝ વધુ કિંમતે વેચવામાં આવી હતી. માર્ચમાં એસ્ટ્રાઝેનકાએ રસી માટે વ્યાપક પહોંચ માટે અભૂતપૂર્વ પ્રયાસ કર્યા હતા. જેના હેઠળ 142 દેશોએ રસીના સપ્લાય માટે જાહેરાત કરવામાં આવી હતી. જોકે SIIના CEOએ કહ્યું હતું કે તેમને કોવિશીલ્ડ રસીની વધુ માત્રા બનાવવા માટે આશરે રૂ. 3000 કરોડની જરૂરત છે.  

ફાર્મા કંપનીએ જાહેરાત કરી હતી કે એસ્ટ્રાઝેનકાએ ભાગીદાર SIIની સાથે પ્રારંભમાં કોવેક્સની સૌથી મોટી સપ્લાયર હશે. કંપનીએ કહ્યું હતું કે કોવેક્સ પહેલ હેઠળ રસીની કેટલાય લાખ ડોઝ વિશ્વભરના આર્થિક રીતે નીચલી અને મધ્યમ આવકવાળા દેશોમાં પહોંચાડવામાં આવી હતી. આ પહેલાં કોવેક્સના શિપમેન્ટને ઘાના અને કોટે ડી આઇવરી, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ફિજી, મોંગોલિયા અને માલદીવ સહિત અનેક દેશોમાં મોકલવામાં આવ્યાં હતાં.

કંપનીએ કહ્યું હતું કે આવનારા કેટલાક મહિનાઓમાં રસીના લાખો ડોઝની સાથે કુલ 142 દેશોમાં સપ્લાય કરવાના ઉદ્દેશ સાથે કેટલાંક સપ્તાહોમાં આગામી શિપમેન્ટ આવશે.