‘મહારાષ્ટ્રને કોરોના-રસીના 40-લાખ ડોઝની જરૂર, મળ્યા માત્ર 7.40-લાખ’

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યને કોરોનાવાઈરસ-વિરોધી રસીના માત્ર 7.40 લાખ ડોઝ મળ્યા છે જ્યારે અન્ય રાજ્યોને ઘણા વધારે ડોઝ મળ્યા છે. ટોપેએ કેન્દ્રના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન સાથે ફોન પર વાત કરી હતી અને રસીના વધારે ડોઝ મોકલવાની ફરી વિનંતી કરી હતી, કારણ કે રાજ્યમાં માત્ર ત્રણ દિવસ ચાલે એટલા જ રસીના ડોઝ બચ્યા છે.

મહારાષ્ટ્રને દર અઠવાડિયે 40 લાખ ડોઝની જરૂર છે, પરંતુ આજે એને માત્ર 7.40 લાખ ડોઝ મળ્યા છે. બીજી બાજુ, ઉત્તર પ્રદેશને 44 લાખ ડોઝ, મધ્ય પ્રદેશને 33 લાખ ડોઝ, કર્ણાટકને 23 લાખ ડોઝ, ગુજરાતને 16 લાખ ડોઝ, હરિયાણાને 24 લાખ ડોઝ અને ઝારખંડને 20 લાખ ડોઝ મળ્યા છે.