ભગવાન રામના અસ્તિત્વના કોઈ પુરાવા નથીઃ DMK નેતા

નવી દિલ્હીઃ તામિલનાડુના CM એમકે સ્ટાલિનના ટ્રાન્સપોર્ટ મંત્રી એસએસ શિવશંકરે ભાંગરો વાટ્યો છે. તેમણે  ભગવાન રામ નિવેદન કરીને વિવાદ ઊભો કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે ભગવાન રામના અસ્તિત્વને સાબિત કરવા માટે કોઇ ઐતિહાસિક પુરાવા નથી.

DMK નેતાના આ દાવા પર સંત સમાજે નારાજગી જાહેર કરી છે છે અને પાતાલપુરીના અધ્યક્ષ મહંત બાલક દાસે કહ્યું હતું કે જો તેમનામાં દમ હોય તો મુસલમાનો અને મોલવીઓ પર વિવાદિત નિવેદન કરી બતાવે.

તેમણે કહ્યું હતું કે આ મંત્રી સંત્રીને ઇતિહાસ નથી માલૂમ કે મથી ભૂગોળનું જ્ઞાન. આ લોકોને ધાર્મિક જ્ઞાન પણ નથી. આ લોકોના દરેક નિવેદનો રાજકીય રોટલીઓ શેકવા માટે હોય છે. તેઓ જે મોઢામાં આવે છે એ બકી દે છે. આ લોકોની મૂર્ખતા ચરમસીમાએ પહોંચી છે. આવા લોકોને ભગવાન સદબુદ્ધિ આપે. આ લોકો મંત્રી બની બેઠા છે, પણ તેમને લોકોને રામજીના ઇતિહાસ વિશે કંઈ ખબર નથી.

DMKના મંત્રી શિવશંકરે કહ્યું હતું કે આપણે ચૌલ વંશના સમ્રાટ રાજેન્દ્ર ચૌલનું જન્મ દિવસ ઊજવીએ છીએ. આપણી પાસે શિલાલેખ, તેમના બનાવેલાં મંદિરો અને તેમના દ્વારા બનાવેલાં તળાવો જેવા ઐતિહાસિક પુરાવાઓ છે, પરંતુ ભગવાન રામનો ઇતિહાસ જાણવા માટે કોઇ પુરાવા નથી છે. તેઓ દાવો કરે છે કે ભગવાન રામ 3000 સાલ પહેલાં રહેતા હતા તેમ જ તે લોકો તેમને અવતાર માને છે, પરંતુ અવતાર જન્મ નથી લેતા. જો રામ અવતાર હોય તો તેમનો જન્મ ન થઇ શકે અને જો તેમનું જન્મ થયું હોય તો તેમને ભગવાન ન ગણી શકાય.

જો કે મંત્રીની ટિપ્પણીઓ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. મંત્રીની વિવાદાસ્પદ ક્લિપ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર શેર કરી અન્નામલાઇએ DMKના નેતાની નિંદા કરી હતી. આ ઉપરાંત હાલ સોશિયલ મીડિયામાં DMKના નેતાને ભારે ટીકા કરવામાં આવી રહી છે.