નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં કોરોના વાઈરસની રસી લેવાથી હજી સુધી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી.
કોવિડ-19 રસીઓની આડઅસર વિશે બોલતાં ડો. હર્ષવર્ધને કહ્યું કે, બહુ મામુલી આડઅસર થાય છે, જેમ કે સહેજ સોજો આવવો કે તાવ આવવો. એવું તો સામાન્ય રસીકરણ વખતે પણ બનતું હોય છે. રસી લીધા પછી કોઈને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હોય એનું પ્રમાણ 0.0004 છે, જે સાવ નજીવું કહેવાય.
