નવી દિલ્હીઃ સ્વચ્છતાની જાળવણી કરવા માટે ભારતીય રેલવેએ નક્કી કર્યું છે કે કોરોના વાઈરસ રોગચાળો ઘટી જશે તે પછી પણ ટ્રેનોના એરકન્ડિશન્ડ ડબ્બાઓમાં પ્રવાસીઓને બ્લેન્કેટ્સ આપવામાં નહીં આવે.
રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવે કહ્યું છે કે પ્રવાસીઓએ એમના પોતાના જ ધાબળાં અને ચાદર સાથે રાખવા પડશે.
રેલવે બોર્ડના ચેરમેને વધુમાં કહ્યું છે કે અમે પ્રવાસીઓને સિંગલ-યૂજ પથારી આપીશું, પરંતુ એમણે ચાદર અને બ્લેન્કેટ એમના પોતાના જ સાથે રાખવા પડશે. કોરોના રોગચાળો ઘટી જશે તે પછી પણ એમને એસી કોચમાં આ બંને ચીજ આપવામાં નહીં આવે. આ માટે એક વિગતવાર નીતિ ઘડવામાં આવી છે અને એના આધારે જ નિર્ણય લેવાયો છે.
રેલવે પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવવાના પ્રયાસોના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.