નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી નીતીશકુમારની ઉપયોગિતા NDA માટે વધી ગઈ છે. એ સાથે ઇન્ડિયા ગઠબંધન પણ બિહારના CM નીતીશકુમારને ખેંચવા માટે આતુર હતા. જોકે એ ઝુંબેશમાં તેમને સફળતા ના મળી. નીતીશકુમારે વડા પ્રધાન મોદી અને NDA પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હતી. તેમણે ગઈ કાલે સંસદીય દળની બેઠકમાં તેમણે PM મોદીની ખૂબ પ્રશંસા કરી હતી.
નીતીશકુમારના સલાહકાર અને તેમની પાર્ટીના પ્રવક્તા કેસી ત્યાગીએ કહ્યું હતું કે જે ઇન્ડિયા ગઠબંધે નીતીશકુમારને રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇનકાર કર્યો હતો, એ હવે નીતીશને PM બનાવવાની રજૂઆત કરી રહ્યા છે. જોકે એ પ્રસ્તાવને તેમણે ફગાવી દીધો હતો અને તેઓ NDAની સાથે મજબૂતીથી ઊભા છે. હવે નીતીશકુમાર NDAમાં જ રહેશે, એમ તેમણે કહ્યું હતું.
રાજકારણનો ખેલ એવો છે કે ક્યારે શું થાય એ કહી ના શકાય. કોંગ્રેસ અને અન્ય પક્ષોના દુર્વ્યવહારને કારણે નીતીશે આ જાન્યુઆરીમાં NDA પરત ફરવા માટે મજબૂત થવું પડ્યું હતું.પાછળ ફરીને જોવાનો કોઈ સવાલ જ નથી. હવે અમે NDAના એક મૂલ્યવાન ભાગીદાર છીએ અને અમે મોદીની પડખે ઊભા છીએ, એમ તેમણે કહ્યું હતું.નીતીશકુમાર ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષોને એકત્ર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે હવે NDAમાં ભાજપ પાસેથી અમને સન્માન મળી રહ્યું છે અને અમે રાષ્ટ્રીય રાજકારણમાં એક મોટા ભાગીદાર છીએ.