નિર્ભયા કાંડઃ દોષિતોને ફાંસી પર લટકાવવાની સાથે જ બની જશે એક નવો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતનો ઈતિહાસ સાક્ષી પૂરે છે કે 2012 ડિસેમ્બરમાં જમાનાને ભયભિત કરી દેનારી એ ઘટના કે દિલ્હીની એક દિકરી સાથે ઘટી તે ઘટના કોઈ સામાન્ય ઘટના નહોતી. આ મામલે ગઈકાલે દિલ્હીની કોર્ટે નિર્ભયાના જીવનને બરબાદ કરનારા ચારેય બદમાશોનું ફાંસીનું વોરન્ટ જાહેર કરી દીધું છે. ફાંસી પર લટકાવાની તારીખ 22 જાન્યુઆરી છે. જગ્યા છે દિલ્હીની તિહાડ જેલ નંબર-3 માં ઉપસ્થિત ફાંસી ઘર. આવા સમયે સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે શું આઝાદ ભારતમાં આ પહેલા પણ ક્યાંય કોઈ ચાર ગુનેગારોને એક સાથે ફાંસી પર લગાવવાનો હુકમ આપવામાં આવ્યો હતો? તો જવાબ છે ના.

પૂર્વ આઈપીએસ અધિકારી અને યૂપી પોલીસના રિટાયર્ડ મહાનિરીક્ષક આરકે ચતુર્વેદીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં તો મારા જીવનમાં ક્યારેય એવું સાંભળ્યુ નથી કે જ્યારે આઝાદ ભારતમાં એક સાથે ચાર ગુનેગારોને ફાંસી પર લટકાવવામાં આવ્યા હોય. નિર્ભયા કાંડના ગુનેગારોને એક સાથે ફાંસીના તખ્તા પર લટકાવવામાં આવશે તો દેશમાં ફાંસીનો ઈતિહાસ બદલાઈ જશે.

આરકે ચતુર્વેદી વર્ષ 1984 થી 1987 વચ્ચેના સમયમાં અલ્હાબાદ સ્થિત નૈની સેન્ટ્રલ જેલમાં એડિશનલ જેલ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ નિભાવી ચૂક્યા છે. વર્ષ 2018 માં યૂપી પોલીસમાં આઈજી-ઈન્ટેલિજન્સના પદથી રિટાયર થયેલા ચતુર્વેદીએ આગળ કહ્યું કે, મેં નૈની જેલમાં બે ગુનેગારોની ફાંસી જોઈ છે. વર્ષ 1980 ના સમયમાં ક્યારેય નહોતું વિચાર્યું કે 4-4 ગુનેગારોને પણ એક જેલમાં એક સાથે ફાંસી પર લટકાવવાનો હુકમ થશે.

આઈપીએસ ચતુર્વેદી જેલની નોકરી દરમિયાન, ભારતીય સેનાના ભાગેડુ જવાનથી બાદમાં ભાગેડુ ડાકુ બન્યા 35 વર્ષના બેંક લૂંટનારા અને હત્યારા વિક્રમ સિંહ અને પાંચ લોકોની હત્યાના જવાબદાર 45 વર્ષના એક શિક્ષકથી ગુનેગાર માનવામાં આવેલા કેદીને ફાંસી આપવાના સાક્ષી બન્યા હતા. એ બંન્નેને અલ્હાબાદ નૈની જેલમાં ફાંસી પર ચતુર્વેદીની હાજરીમાં જ લટકાવવામાં આવ્યા હતા, જ્યારે સુનીલ ગુપ્તાએ તિહાડ જેલની નોકરીમાં સતવંત-કહેર સિંહ (ઈન્દિરા ગાંધીના હત્યારા), સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરુ, કાશ્મીરી આતંકવાદી મકબૂલ બટ્ટ સહિતના ગુનેગારોને તેમની ઉપસ્થિતીમાં ફાંસીએ લકાવાયા હતા.

આ બંન્ને અધિકારીઓએ જ્યારે ભારતમાં ફાંસીના ઈતિહાસ પર નજર નાંખી તો આ બંન્ને પૂર્વ જેલના અધિકારી છેલ્લા સાત દશક સુધીના સમયમાં પહોંચ્યા. ચતુર્વેદી અને અને ગુપ્તાએ કહ્યું કે, અત્યારથી આશરે 89 વર્ષ પહેલા જ્યારે દેશ અંગ્રેજોની પકડથી આઝાદ થવા માટે ઝઝુમી રહ્યો હતો, ત્યારે આવું કંઈ થયું હોય તો કદાચ કોઈને યાદ પણ નહી હોય.

ગુપ્તા અને ચતુર્વેદી અનુસાર, હવે 7 જાન્યુઆરી 2020 ના રોજ જે ચાર ગુનેગારોને એક સાથે ફાંસીના માચડે લટકાવવાનો કોર્ટે હુકમ આપ્યો છે તે લોકો ક્રૂર હત્યારા બળાત્કારીઓ છે. તેમને આપવામાં આવેલી આ સજા યોગ્ય છે. આઝાદ ભારતમાં અત્યાર સુધીમાં આપવામાં આવેલી ફાંસીના ઈતિહાસમાં એક આવું પાનું ઉમેરાયું છે, જેના પર કોઈપણ ચાર ગુનેગારોને એક સાથે ફાંસી પર લટકાવવાની રુવાડા ઉભા કરી નાંખતી કંપાવી દે તેવી વાત લખવામાં આવી રહી છે. જે ખરેખર યોગ્ય છે.