એનઆઈએની બઘડાટીઃ દિલ્હી યુપીમાં છાપામારી કરી આતંકનું નવું મોડ્યૂલ ઝડપ્યું

નવી દિલ્હીઃ આઈએસઆઈએસના નવા મોડ્યુલને લઈને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને એનઆઈએ દ્વારા દેશભરમાં 16 જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે. આ રેડ દિલ્હી, યૂપી, અને અન્ય કેટલીક જગ્યાઓ પર કરવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર છાપેમારી દરમિયાન ઘણા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. આઈએસના નવા આતંકી સંગઠન હરકત-ઉલ-હર્બ-ઈસ્લામ સાથે જોડાયેલા લોકોના ત્યાં છાપેમારી કરવામાં આવી છે.

એનઆઈએ પ્રવક્તાએ જણાવ્યું કે દિલ્હી અને ઉત્તર પ્રદેશની 16 જેટલી જગ્યાઓ પર છાપેમારી ચાલી રહી છે. હરકત ઉલ હર્બ ઈસ્લામ આઈએસઆઈએસ સાથે જોડાયેલું છે. જો કે છાપેમારી હજી ચાલુ છે અને સાથે જ તેમણે જણાવ્યું કે છાપેમારી સવારે શરુ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે દિલ્હીના જાફરાબાદ અને યૂપીના અમરોહાના સૈદપુરમાં છાપેમારી ચાલુ છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર એનઆઈએએ મંગળવારના રોજ દિલ્હીના જાફરાબાદ અને યૂપીના અમરોહામાં 16 જગ્યાએ છાપેમારી કરી હતી. એનઆઈએની આ રેડમાં દિલ્હીથી 4 લોકો અને અમરોહાથી એક વ્યક્તિની વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.