ભારત આવનાર આંતરરાષ્ટ્રીય-વિમાનપ્રવાસીઓ માટે આજથી નવા નિયમ

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના નવા પ્રકારના ફેલાવાને પગલે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત આવનાર આંતરરાષ્ટ્રીય વિમાનપ્રવાસીઓ માટે નવા નિયમ ઈસ્યૂ કર્યા છે જે આજથી અમલમાં આવી ગયા છે. આ નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) નવો આદેશ ન મળે ત્યાં સુધી અમલમાં રહેશે.

  • નવા નિયમ અંતર્ગત, બ્રિટન સહિત યૂરોપના દેશો અને મધ્ય પૂર્વા દેશોમાંથી ઉપડતી ફ્લાઈટ્સ દ્વારા ભારત આવનાર તમામ વિદેશી પ્રવાસીઓએ આવતા 14 દિવસો સુધી એમનાં પ્રવાસ ઈતિહાસની વિગત જણાવવાની રહેશે.
  • તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ એમનાં શેડ્યૂલ્ડ પ્રવાસ પૂર્વે ઓનલાઈન એર સુવિધા પોર્ટલ પર કોવિડ અંગે સેલ્ફ-ડેક્લેરેશન ફોર્મ (SDF) સુપરત કરવાનું રહેશે. એમણે તેમનો કોવિડ-19 RT-PCR ટેસ્ટિંગનો નેગેટિવ રિપોર્ટ ઓનલાઈન પોર્ટલ www.newdelhiairport.in પર અપલોડ કરવાનો રહેશે.
  • આ ટેસ્ટ પ્રવાસીઓએ તેમની સફર શરૂ કર્યાના 72 કલાક પહેલાં હાથ ધરી હોવી જોઈએ અને પ્રત્યેક પ્રવાસીએ આ અહેવાલની સચ્ચાઈને માન્યતા આપનાર કોઈક ડેક્લેરેશન પણ સુપરત કરવાનું રહેશે.
  • થર્મલ સ્ક્રીનિંગ બાદ કોરોના રોગના લક્ષણ ન હોય માત્ર એવી જ વ્યક્તિઓને ફ્લાઈટમાં ચડવાની પરવાનગી અપાશે.
  • તમામ પ્રવાસીઓએ એમની સંપૂર્ણ સફર દરમિયાન માસ્ક પહેરેલો હોવો જોઈએ, સોશ્યલ ડિસ્ટન્સ નિયમનું પાલન કર્યું હોવું જોઈએ અને આરોગ્ય સેતૂ એપ ડાઉનલોડ કરી હોવી જોઈએ.
  • સમુદ્રમાર્ગે બંદર ખાતે તેમજ જમીન માર્ગે આવનાર તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ આ જ નિયમો લાગુ પડશે. માત્ર એમને માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન સુવિધા હાલને તબક્કે ઉપલબ્ધ નથી.
  • છેલ્લા 14 દિવસો દરમિયાન બ્રિટન, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકામાંથી આવતા કે ત્યાંથી પસાર થઈને આવતા વિદેશી પ્રવાસીઓની ઓળખ સંબંધિત એરલાઈન કંપનીઓએ ભારતીય સત્તાવાળાઓને આપવાની રહેશે.
  • યૂરોપ અને મધ્યપૂર્વના દેશોમાંથી આવનાર તમામ પ્રવાસીઓએ એરપોર્ટના નિયુક્ત ક્ષેત્ર અને એક્ઝિટ સ્થળે સેમ્પલ્સ આપવાના રહેશે. જો એમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવશે તો એમને 14-દિવસ માટે એમના આરોગ્ય પર સ્વયં-દેખરેખ કરવાની સલાહ અપાશે અને જો એમનો રિપોર્ટ પોઝિટીવ આવશે તો એમણે સ્ટાન્ડર્ડ હેલ્થ પ્રોટોકોલ અનુસાર સારવાર કરાવવાની રહેશે.

ભારતમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે ગયા વર્ષની 23 માર્ચથી શેડ્યૂલ્ડ આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ સેવાઓ સસ્પેન્ડ કરાઈ છે. અનેક દેશો સાથે કરાયેલા એર બબલ એગ્રીમેન્ટ અનુસાર હાલ ભારત તરફ અને ભારતમાંથી દરિયાપાર દેશોની ફ્લાઈટ્સ ઓપરેટ કરાય છે.

Image courtesy: Wikimedia Commons, Flickr.com

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]