નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં 20 નવેમ્બરે મતદાન કરવામાં આવશે, પણ એ પહેલાં શરદ પવારને મોટો આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે હાલમાં અજિત પવારને ઘડિયાળના ચૂંટણી ચિહનનો ઉપયોગ કરવાથી રોકવાની માગને ફગાવી દીધી છે. NCP (શરદ પવાર જૂથ) એ બીજી ઓક્ટોબરે કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી ચિહન ઘડિયાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી.
ચૂંટણી પંચે અજિત પવારની NCPને અસલી બતાવીને પાર્ટીનું ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો.કોર્ટે અજિત પવાર પાસેથી શપથ લેવા કહ્યું અને તેમને તેમાં લખવા કહ્યું હતું કે તેઓ ઘડિયાળના પ્રતીક સાથે કોર્ટમાં પેન્ડિંગ ડિસ્ક્લેમર મૂકવાના આદેશનું પાલન કરશે.
ચૂંટણી પંચે અજિત પવારની NCPને અસલી જાહેર કરી હતી અને તેને પક્ષના ચિહ્ન (ઘડિયાળ)નો ઉપયોગ કરવાનો અધિકાર આપ્યો હતો. કોર્ટમાં દલીલો દરમિયાન શરદ પવારના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે માર્ચમાં થયેલી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને આદેશ આપ્યો હતો કે અમને પણ ટ્રમ્પેટનું ચિહ્ન ફાળવવામાં આવે. અજિત પવારને કહેવામાં આવ્યું હતું કે ઘડિયાળના પ્રતીકની સાથે આ લખો કે મામલો હજી કોર્ટમાં પેન્ડિંગ છે, તેમણે શરદ પવારના ઘડિયાળના પ્રતીકને યોગ્ય રીતે અનુસર્યું નથી.”
આના પર અજિત પવારના વકીલ બલબીર સિંહે કહ્યું હતું કે તેમણે (શરદ પવાર જૂથ)એ લોકસભા ચૂંટણી વખતે પણ આ જ વાત કહી હતી. કોર્ટે ઘડિયાળનું પ્રતીક અમારી પાસે રહેવા દીધું છે. હવે અમારે આ સાંભળવું જોઈએ નહીં.