સીબીઆઈની આંતરિક લડાઈમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલનો ફોન ટેપ થયો

નવી દિલ્હીઃ સીબીઆઈના ઓફિસરો વચ્ચે ચાલી રહેલા જંગમાં એક ચોંકાવનારી જાણકારી સામે આવી છે. સરકારને આશંકા છે કે ઘણા સંવેદનશીલ નંબરોને ગેરકાયદેસર રીતે સર્વિલન્સ પર રાખવામાં આવ્યા હતા. ત્યાં સુધી કે સિમ કાર્ડના ઉપયોગમાં ગડબડી અને મોબાઈલ નંબરના ક્લોનિંગની આશંકા પણ છે. આનાથી પણ વધારે ચોંકાવનારી બાબત એ છે કે જે નંબરોને સર્વેલન્સ પર રાખવામાં આવ્યાની માહિતી છે તેમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના પણ સમાવિષ્ટ છે.

આ પ્રકારની આશંકા સોમવારના રોજ તે સમયે વ્યક્ત કરવામાં આવી કે જ્યારે કાયદા સચિવ સુરેશ ચંદ્રએ જણાવ્યું કે તે 8 નવેમ્બરે લંડનમાં નહોતા. ટ્રાંસફર કરવામાં આવેલા સીબીઆઈ મનીષ સિન્હાએ પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે ચંદ્રાએ બિઝનેસમેન સતીશ રાણા કે જેણે રાકેશ અસ્થાના વિરુદ્ધ આરોપ લગાવ્યો છે તેમની સાથે મુલાકાત કરી હતી. આરોપ છે કે આ મુલાકાતને કરાવવા માટે આંધ્ર પ્રદેશ કેડરની આઈએએસ ઓફિસર રેખા રાણીની મદદ કરી હતી.

સિન્હાએ જણાવ્યું કે અસ્થાનાએ પોતાની ટીમને કહ્યું કે રેખા રાણીએ વિવાદિત બિઝનેસમેન સાથે ચંદ્રાને તેમના લંડન વાળા નંબર પર વાત કરવા કહ્યું હતું. અધિકારીક સુત્ર અનુસાર કોઈને ફસાવવા માટે આ પરફેક્ટ સ્ક્રિપ્ટ છે. તમે કોઈને પણ ફોન કોલના આધારે પકડી શકો છો. જ્યાં સુધી ટ્રાયલ શરુ ન થાય ત્યાં સુધી તે પોતાને નિર્દોષ પણ સાબિત નથી કરી શકતો. પોતાની અરજીમાં સિન્હા અને તેના જૂનિયર સીબીઆઈ ડીએસપી એ.કે.બસ્સીએ ફોન સર્વિલન્સની વાત કરી છે. સિન્હાએ તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને રાકેશ અસ્થાનાની વાતચીતના અંશો પણ સામે મુક્યા છે. પોતાની અરજીમાં સિન્હાએ જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રાકેશ અસ્થાનાને એફઆઈઆર મામલે જણાવ્યું અને અસ્થાનાએ ડોભાલ પોતાની ધરપકડ ન કરવાનું નિવેદન કર્યું.

આ પ્રકારના રિપોર્ટથી એ આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અસ્થાના અને ડોભાલનો ફોન પણ સર્વેલન્સ પર રાખવામાં આવ્યો હતો. કોઈપણ તપાસ એજન્સી ગૃહ સચિવની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિનો ફોન સર્વિલન્સ પર ન રાખી શકે. વિશેષ અધિકારો સાથે એજન્સીના પ્રમુખ આપાત સ્થિતીમાં આવું કરી શકે છે. આની પ્રક્રિયા લાંબી છે. એજન્સીને ગૃહ સચિવને આ મામલે 3 દિવસમાં સૂચના આપે છે. ત્યારબાદ 7 દિવસમાં આના પર નિર્ણય આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]