નેશનલ હેરાલ્ડ કેસ મામલે વધુ સુનાવણી 17 માર્ચે

નવી દિલ્હીઃ  નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા ઈન્કમ ટેક્સ મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 17 માર્ચની તારીખ આપી છે. મામલામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીસે અરજી દાખલ કરી છે. કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કર આકલનને ચાલુ રાખવા માટે આવકવેરા વિભાગને મંજૂરી આપી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે આવતા આદેશ સુધી આવકવેરા વિભાગ કાર્યવાહી નહી કરી શકે.

આમાં આવકવેરા વિભાગે વર્ષ 2011-12 ની ટેક્સ તપાસ માટે ત્રણેયને નોટિસ ફટકારી હતી. જેના વિરુદ્ધ ત્રણેય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હકીકતમાં આવકવેરા વિભાગ દ્વારા આ કોંગ્રેસ નેતાઓને જાળમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો કે તેમણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ટેકઓવર કર્યું છે. આ મામલે સોનિયા અને રાહુલ અત્યારે જામિન પર છે.

વર્ષ 1938 માં કોંગ્રેસ પાર્ટી ફંડથી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવવામાં આવી હતી. આ કંપની દ્વારા ત્રણ સમાચાર પત્રો- નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કોમી આવાજ સંચાલિત કરવામાં આવતા હતા. આ તમામ સમાચારપત્રો 2008 માં બંધ થઈ ગયા. વર્ષ 2011 માં આના 90 કરોડ રુપિયાના ઋણની જવાબદારી લઈ લીધી. પાર્ટી દ્વારા આના માટે લોન પણ આપવામાં આવી. ત્યારબાદ યંગ ઈન્ડિયન કંપની બનાવવામાં આવી. બાદમાં આને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવી દેવામાં આવી. આમાં 5 લાખ રુપિયાનું રોકાણ થયું. આમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 38-38 ટકા ભાગીદાર થયા અને કોંગ્રેસે 90 કરોડ રુપિયાની લોન પણ માફ કરી દીધી.