અવિશ્વાસના પ્રસ્તાવ પર આજે મતદાનઃ બહુમતી સાથે જીતવાનો ભાજપને વિશ્વાસ

નવી દિલ્હી – નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) સરકાર તેની વિરુદ્ધના પહેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આવતીકાલે સામનો કરશે. જોકે સરકારને વિશ્વાસ છે કે પોતે લોકસભામાં વિશ્વાસનો મત આસાનીથી અને બહુમતી સાથે જીતી લેશે.

બીજી બાજુ, કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોએ નક્કી કર્યું છે કે તેઓ અવિશ્વાસના પ્રસ્તાવની મળેલી તકનો ઉપયોગ અનેક મોરચે મોદી સરકારે મેળવેલી નિષ્ફળતાઓનો પર્દાફાશ કરવા માટે કરશે.

અવિશ્વાસના પ્રસ્તાવ માટે પહેલા ચર્ચા યોજવામાં આવશે અને ચર્ચાને અંતે મતદાન થશે.

ચર્ચામાં જુદા જુદા પક્ષને સમયની ફાળવણી કરવામાં આવી છે.

ભાજપને 3 કલાક અને 33 મિનિટ (273 સભ્યો)

કોંગ્રેસને 38 મિનિટ (48 સભ્યો)

AIADMKને 29 મિનિટ (37 સભ્યો)

તૃણમુલ કોંગ્રેસને 27 મિનિટ (34 સભ્યો)

બીજુ જનતા દળને 15 મિનિટ (19 સભ્યો)

શિવસેનાને 14 મિનિટ (19 સભ્યો)

તેલુગુ દેસમ પાર્ટીને 13 મિનિટ (16 સભ્યો)

તેલંગણા રાષ્ટ્ર સમિતિને 9 મિનિટ (11 સભ્યો)

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીને 7 મિનિટ (9 સભ્યો)

સમાજવાદી પાર્ટીને 6 મિનિટ (7 સભ્યો)

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને 6 મિનિટ (7 સભ્યો)

એલજેએસપીને 5 મિનિટ (6 સભ્યો)

આ ઉપરાંત, શિરોમણી અકાલી દળ સહિત 9 પક્ષોના કુલ 15 સભ્યો છે અને એમને બધું મળી 12 મિનિટ ફાળવવામાં આવી છે. અમુક નાના જૂથો તથા અપક્ષ સંસદસભ્યો સહિત 33 સભ્યો છે. એમને 26 મિનિટ ફાળવવામાં આવી છે.