એરસેલ-મેક્સીસ કેસમાં પી. ચિદમ્બરમ પણ હવે આરોપી

નવી દિલ્હી – કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણાંપ્રધાન પી. ચિદમ્બરમને તપાસ એજન્સી સીબીઆઈએ એરસેલ-મેક્સીસ કેસમાં નોંધાવેલા આરોપનામામાં આરોપી તરીકે જાહેર કર્યા છે.

આ કેસના આરોપનામામાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ તથા અન્ય 16 જણનાં પણ નામ છે.

ચિદમ્બરમ પર આરોપ છે કે એ જ્યારે નાણાંપ્રધાન પદે હતા ત્યારે એરસેલ-મેક્સીસના સોદામાં રૂ. 3,500 કરોડની એફડીઆઈ મંજૂર કરવા માટે એમણે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો હતો. એમને માત્ર રૂ. 600 કરોડ સુધીની એફડીઆઈ મંજૂરી કરવાની જ સત્તા હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]