મુંબઈઃ અહીંના સાંતાક્રુઝ (ઈસ્ટ)માં મહાનગરપાલિકાના કાર્યાલયની નજીક આવેલી ગેલેક્સી હોટેલમાં આજે બપોરે લગભગ 1.15 વાગ્યે ભીષણ આગ લાગતાં ત્રણ જણનાં મરણ થયા છે અને બીજા પાંચ જણ ઘાયલ થયા છે.
બનાવની જાણ થતાં પોલીસ, અગ્નિશમન દળના જવાનો તથા સ્થાનિક સત્તાવાળાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અગ્નિશામક દળના જવાનોએ છ જણને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. આગ હોટેલ ઈમારતના ત્રીજા માળે લાગી હતી. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ આગ લેવલ-1ની છે.
