મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના રેકેટ પકડી પાડ્યું છે અને 18 સુદાની મહિલાઓની સાથે-સાથે એક ભારતીય મહિલાને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રૂ. 10.16 કરોડના મૂલ્યનું 16.36 કિલોગ્રામ સોના સાથે ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંબંધિત પરિસરોમાં તપાસ દરમ્યાન આશરે રૂ. 85 લાખના મૂલ્યનું 1.42 કિલોગ્રામ સોનું, રૂ. 16 લાખની વિદેશી કરન્સી અને રૂ. 88 લાખની ભારતીય નોટો પણ જપ્ત કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે વિશેષ બાતમીને આધારે સોમવારે UAEથી મુંબઈ આવતા યાત્રીઓની એક સિન્ડિકેટ દ્વારા પેસ્ટના રૂપે સોનાની ભારતમાં દાણચોરી કરવામાં આવી રહી છે. DRIના અધિકારીઓએ શહેરના એરપોર્ટ કર કડક દેખરેખ રાખી રહ્યા છે. જે યાત્રીઓ પરણ ત્રણ ફ્લાઇટ્સમાં સિન્ડિકેટ આવવાની શંકા હતી, તેમની ઓળખ કરવામાં આવી હતી અને એરપોર્ટ પર DRI એક ટીમે તેમને અટકાવ્યા હતા. તેમની તપાસ દરમ્યાન DRIને પેસ્ટના રૂપે 16.36 કિલોગ્રામ સોનું સોનાના ટુકડા અને આભૂષણો મળ્યા હતાં, જેની કુલ કિંમત રૂ. 10.16 કરોડ હતી. તેમણે કહ્યું હતું કે દાણચોરીથી સોનું લાવી રહેલી 18 મહિલાઓ અને યાત્રીઓની આવ-જાનો સમન્વય કરતી એક ભારતીય મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે જપ્ત કરવામાં આવેલા સોનાનો મોટા ભાગનો હિસ્સો સંદિગ્ધ યાત્રીઓના શરીર પર છુપાયેલો હતો, જેનાથી કીમતી ધાતુ માલૂમ કરવી ખૂબ મુશ્કેલ હતી. આગળની તપાસ ચાલુ છે, એમ અધિકારીએ કહ્યું હતું.