ગાઝીપુરઃ ઉત્તર પ્રદેશની ગાઝીપુર MP/MLA કોર્ટે માફિયા મુખ્તાર અન્સારીને ગેન્ગસ્ટર મામલે 10 વર્ષની જેલની સજા આપી છે. એ સાથે કોર્ટે રૂ. પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. ગાઝીપુરના કરંડા સ્ટેશનમાં મુખ્તાર અંસારીની વિરુદ્ધ કપિલદેવ સિંહની હત્યાનો કેસ નોંધાયો હતો. એના પર MP-MLA કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રની કોર્ટે મુખ્તારની સાથે સોનુ યાદવ પર પાંચ વર્ષની સજા અને રૂ. બે લાખનો દંડ ફટકાર્યો હતો. આ સાથે મુખ્તારના ભાઈ અને BSP સાંસદ અફઝલ અન્સારીને ચાર વર્ષની સજા આપવામાં આવી હતી. તેના પર રૂ. એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલાં સુધી તે જામીન પર હતો, જ્યારે મુખ્તાર પહેલેથી બાંદા જેલમાં બંધ હતો.
આ પહેલાં પણ ગેન્ગસ્ટરને એક અન્ય કેસમાં માફિયાને 10 વર્ષની સજા થઈ ચૂકી છે. મુખ્તાર અન્સારીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેવાની, કેમ કે કોંગ્રેસ પ્રદેશાધ્યક્ષ અજય રાયના ભાઈ અવધેશ રાયની હત્યાના મામલે તેમને ઉંમરકેદની સજા થઈ ચૂકી છે. મુખ્તાર હાલ બાંદા જેલમાં બંધ છે.
ગાઝીપુરના કરંડા સ્ટેશનમાં મુખ્તાર અન્સારીની વિરુદ્ધ કપિલદેવ સિંહની હત્યાનો કેસ નોંધાયો હતો. આ કેસમાં MP/MLA કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રની કોર્ટે ચુકાદો આપ્યો હતો. આ સુનાવણી માટે મુખ્યાર વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બાંદા જેલથી હાજર કરવામાં આવ્યો હતો. આ ચુકાદો સાંભળ્યા પછી તેના ચહેરા પર ગમગીની છવાઈ હતી અને તે ટેન્શનમાં આવી ગયો હતો.