ટીક ટોક પર વિડિયો બનાવો અને આ રીતે કમાણી કરો

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર ટીકટોકનો ક્રેઝ વધતો જાય છે. જો કે, આ એપ મારફતે લોકો ફેમસ તો થઈ રહ્યા છે, પણ આ સાથે તે ઈન્ટરનેટનું સારું એવું પ્લેટફોર્મ પણ બની ચૂક્યું છે. અને એ જ કારણ છે કે ટીકટોક એપને લોકો પસંદ કરી રહ્યા છે. જો કે, હવે આ એપ મારફતે લોકોને કમાણીનો મોકો પણ મળી રહ્યો છે.

હવે અનેક મોટી કંપનીઓ કે બ્રાન્ડ્સ ટીકટોક પ્લેટફોર્મ સાથે જોડાઈને યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે. હાલમાં જ મોબાઈલ ફોન બ્રાન્ડ itelએ ટીકટોક પર એક ઝૂંબેશ શરૂ કરી હતી. જેના હેઠળ ટીકટોક યુઝર્સને જરૂર ટેગનો ઉપયોગ કરતાં itel માટે બનાવેલાં સોન્ગ પર પર્ફોર્મ કરીને વીડિયો અપલોડ કરવાનો હતો. તેના બદલામાં આઈટેલે યુઝર્સને પૈસા પણ આપ્યા છે. આ પ્રકારે Amazfit, Moov અને Bingo જેવી કંપનીઓ કે બ્રાન્ડ અલગ અલગ અભિયાન હેઠળ યુઝર્સને કમાણીનો મોકો આપી રહી છે.

જો કે, કમાણી કરવા માટે ટીકટોક યુઝર્સનાં ફોલોઅર્સની સંખ્યા વધારે હોવી જોઈએ. અને તે બાદ જ કોઈ કંપની પોતાના બ્રાન્ડનો પ્રચાર કરવા માટે ટીકટોક યુઝર્સનો સંપર્ક કરે છે. જુદી જુદી કંપનીઓ પોતાની બ્રાન્ડનાં પ્રમોશન માટે જે યુઝર્સનાં ફોલોઅર્સ વધારે હોય તેનો સંપર્ક કરીને પોતાની બ્રાન્ડ માટે પ્રમોશનલ વીડિયો બનાવી અપલોડ કરવા કહે છે. જેના બદલમાં યુઝર્સને મસમોટી રકમ મળે છે.

મહત્વનું છે કે, ટિકટોક એપનાં દુનિયાભરમાં 1.5 અરબથી પણ વધારે યુઝર્સ છે. અને ભારતમાં આ એપ ખુબ લોકપ્રિય છે. અને દુનિયાભરમાં આ એપ યુઝ કરતાં લોકોમાં ભારત સૌથી પહેલા સ્થાને છે. ભારતમાં 27.76 કરોડ લોકોએ આ એપને ડાઉનલોડ કરી છે.