મોદી સરકાર સંસદમાં લાવી પેપર લીક રોકવાવાળું બિલ

નવી દિલ્હીઃ દેશમાં કરોડો યુવાઓ માટે સરકારી નોકરીઓના પેપર લીક હોવાનું એક જોખમ તોળાતું રહે છે. જેનો કોઈ હલ કોઈ કાઢી નથી શક્યું. વર્ષો સુધી યુવાઓ મહેનત કરે છે, પણ પરીક્ષાના થોડા સમય પહેલાં માલૂમ પડે છે કે પેપર લીક થઈ ગયું છે અને પરીક્ષા રદ થઈ ગઈ છે. જેથી યુવાઓની મહેનત પર પાણી ફરી વળે છે.

દેશમાં  મોટામાં મોટી ભરતી અને કોમ્પિટિશન પરીક્ષામાં એ વાતની ગેરંટી કોઈ લઈ નથી શક્યું કે પેપર લીક નહીં થાય. દેશમાં એવું એક રાજ્ય પણ નથી બચ્યું, જ્યાં પેપર લીક ના થયું હોય. દેશમાં પેપર લીક હવે સંગઠિત ઉદ્યોગ બની ગયું છે, જેનું બ્લેક માર્કેટ કદ હજારો કરોડ રૂપિયા છે.

જોકે મોદી સરકારે લોકસભામાં એવું બિલ રજૂ કર્યું હતું કે આ બિલ સ્વતંત્રતાના 75 વર્ષ બાદ સંસદમાં લાવવામાં આવેલું પહેલું બિલ. એમાં પેપર લીક જ નહીં, પણ એમાં કરાતી નકલની પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ બિલમાં નીચે મુજબની જોગવાઈ છે.

  • કોઈ પણ વ્યક્તિ પેપર લીક કે નકલ કરવામાં કસૂરવાર માલૂમ પડ્યા તો તેને ત્રણથી પાંચ વર્ષની જેલની સજા અને રૂ. 10 લાખ સુધીનો દંડ ફટકારાશે.
  • અન્યને સ્થાને પરીક્ષા દેવાના મામલે દોષી થયા તો ત્રણથી પાંચ વર્ષની જેલ થશે અને રૂ. 10 લાખનો દંડ પણ ફટકારાશે. કોઈ પણ સંસ્થાની મિલીભગત સાબિત થવા પર એ સંસ્થાથી પરીક્ષા પર આવનારો પૂરો ખર્ચ વસૂલવામાં આવશે.
  • એ સાથે સંસ્થા પર રૂ. એક કરોડ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે અને એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે.
  • દોષી સંસ્થાના ડિરેક્ટર, મેનેજમેન્ટ અથવા ઇન્ચાર્જ પેપર લીક અથવા નકલ કરવામાં દોષી માલૂમ પડ્યા તો તેમને પણ ત્રણથી 10 વર્ષની સજા અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ.
  • પેપર લીક અને નકલના સંગઠિત ગુનાના કસૂરવાર લોકોને પણ પાંચ વર્ષથી 10 વર્ષની સજા અને રૂ. એક કરોડના દંડની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે.