ભાજપ હવે ઇ-રેલીઓ યોજશે

લખનઉઃ મોદી સરકારના બીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન મોદી આવતીકાલે મન કી બાત કરશે. હવે આ ઝુંબેશમાં થનારી ક્ષેત્રીય વર્ચ્યુઅલ રેલીઓ 16 જુનથી આરંભાશે. મીડિયા પ્રભારી મનીષ દીક્ષિતે જણાવ્યું કે, ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલીદાન દિવસ 23 જૂન સુધી ચાલનારી ઝુંબેશમાં કાર્યલક્તા વડાપ્રધાન મોદીએ લખેલા પત્રને ઘર-ઘર સુધી પહોંચાડશે. આ પત્રમાં આત્મનિર્ભર ભારતની વિશ્વ કલ્યાણમાં ભૂમિકા, સરકાર દ્વારા વિષમ પરિસ્થિતિમાં ભરવામાં આવેલા પગલા અને કોવિડ-19 થી સાવધાનીઓ અને બચાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

તેમણે જણાવ્યું કે, ડિજિટલ સંપર્ક અભિયાનમાં યુવા મોર્ચા, મહિલા મોર્ચા, કિસાન મોર્ચા, અનુસૂચિત જાતિ મોર્ચા, પછાત વર્ગ મોર્ચા, અલ્પસંખ્યક અને અનુસૂચિત જન-જાતિ મોર્ચા પણ વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંવાદ કરશે. આ સાથે જ ફેસકવર અને સેનેટાઈઝર વિતરણનું કાર્ય પણ થશે. પ્રત્યેક બૂથ પર વ્હોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે. આ ગ્રુપોમાં સમાજના પ્રતિષ્ઠિત અને વિભિન્ન જ્ઞાતિ તેમજ ઘર્મના લોકોને જોડવામાં આવશે. રાજ્યોના પ્રમુખ કેન્દ્રો પર પ્રેસકોન્ફરન્સ પણ કરવામાં આવશે.