નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં મેટ્રો ટ્રેન સર્વિસને ક્રમશઃ શરૂ કરવા માટે ગાઇડલાઇન્સ જારી કરી છે. મલ્ટિ-રૂટ મેચ્રો નેટવર્કને સાત સપ્ટેમ્બરે તબક્કાવાર શરૂ કરવી જોઈએ, જેથી બધી લાઇનો 12 સપ્ટેથી શરૂ થઈ શકે, એમ કેન્દ્રીય પ્રધાન હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું. SOPsની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે કોવિડ-19ના કન્ટેઇનમેન્ટ ઝોન્સમાં આવનારાં મેટ્રો સ્ટેશન બંધ રહેશે.
|
દિલ્હી મેટ્રો રેલે પણ ગાઇડલાઇન્સ ઇશ્યુ કરી
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને પણ મેટ્રો ટ્રેન સેવાઓ માટે ફરી એક વાર દિશા-નિર્દેશ જારી કર્યા છે, જેમાં પ્રારંભમાં માત્ર એક લાઇન-યલો લાઇન –સમયપુર બદલીથી હુડા સિટી સેન્ટર માટે શરૂ કરવામાં આવશે. એક સત્તાવાર જાહેરાત મુજબ મેટ્રો રેલ કોર્પોરેશને સ્ટેશનની બહાર ભીડને નિયંત્રિત કરવા અને ઇમર્જન્સી ઘટનાઓ માટે રાજ્યની પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રને સંપર્કમાં રહેવાનું જણાવ્યું હતું.
દિલ્હી, નોઇડા, ચેન્નઈ, કોચી, બેંગલોર, મુંબઈ લાઇન-1, જયપુર, હૈદરાબાદ, મહા મેટ્રો (નાગપુર) કોલકાતા, ગુજરાત અને UP મેટ્રો (લખનૌ)ને પોતાની SOP તૈયાર કરી છે.
જોકે મહરાષ્ટ્ર સરકારે સપ્ટેમ્બર, 2020માં મેટ્રો ફરીથી શરૂ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. એટલે મુંબઈ લાઇન-1 અને મહા મેટ્રોની કામગીરી ઓક્ટોબર, 2020થી શરૂ થશે અથવા રાજ્ય સરકાર આગળ જે નિર્ણય લે એને આધારે મેટ્રો શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
ગૃહ મંત્રાલયે અનલોક-4 દિશા-નિર્દેશોમાં દેશભરમાં તબક્કાવાર મેટ્રો ટ્રેનો શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ ગાઇડલાઇન્સે કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે અમલી પ્રતિબંધોને હળવા કરવા માટે છૂટ આપી છે.