તિરુવનંતપુરમઃ ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી છે કે કોંકણ રેલવે, દિલ્હી મેટ્રો અને કોચી મેટ્રો રેલવે સેવાઓ શરૂ કરવાનો મુખ્ય યશ અને શ્રેય જેમને જાય છે અને ‘મેટ્રો મેન’ તરીકે જાણીતા થયેલા ઈ. શ્રીધરન આગામી કેરળ વિધાનસભા ચૂંટણી માટે પક્ષના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર રહેશે. ‘પદ્મશ્રી’ અને ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારોથી સમ્માનિત કરાયેલા શ્રીધરન તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાવા સાથે જ એમણે કેરળ વિધાનસભાની આગામી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી દીધી હતી. એટલું જ નહીં, એમણે ત્યાં સુધી કહ્યું હતું કે જો ચૂંટણીમાં ભાજપ જીતે અને પક્ષની નેતાગીરી ઈચ્છે તો હું મુખ્ય પ્રધાન બનવા પણ તૈયાર છું.
140-બેઠકોવાળી કેરળ વિધાનસભા ચૂંટણી માટે માં આવતી 6 એપ્રિલે મતદાન થવાનું છે. મતગણતરી અને પરિણામની જાહેરાત માટે 2 મે તારીખ નક્કી કરાઈ છે.
