ભારતમાં લોન્ચ કરાઈ મર્સિડીઝ-બેન્ઝ GLB, મર્સિડીઝ-બેન્ઝ EQB

મુંબઈઃ જર્મનીની કાર ઉત્પાદક કંપની મર્સિડીઝ-બેન્ઝે તેની બે નવી મોડલની કાર ભારતમાં લોન્ચ કરી છે.

મર્સિડીઝ-બેન્ઝ GLB કારની કિંમત રૂ. 63.8 લાખ (એક્સ-શોરૂમ) છે જ્યારે સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક SUV મર્સિડીઝ-બેન્ઝ EQBની કિંમત રૂ. 74.5 લાખ (એક્સ-શોરૂમ) છે.

જીએલબી મોડલની કાર 7-સીટવાળી જીએલસી-લક્ઝરી એસયૂવી વેરિઅન્ટની નાની આવૃત્તિ છે. જ્યારે EQB કાર જીએલબી જેટલા જ કદની છે, પરંતુ એ સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક છે.

ભારતની કાર માર્કેટમાં મર્સિડીઝ-બેન્ઝની જીએલબી મોડલની ત્રણ કાર ઉપલબ્ધ છેઃ જીએલબી 220D, જીએલબી 220D 4M. આ કારની કિંમત રૂ. 63.8 લાખથી લઈને રૂ. 69.8 લાખ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]