વાસ્તુ: ઈશાનમાં વજન આવે તો હૃદયની તકલીફ થઇ શકે

હિમાલય થી ઉંચો પર્વત કયો? હિમાલય જ સહુથી ઉંચો છે એવું કહી શકાય? આવા સવાલોનું કારણ એ છે કે એવરેસ્ટ સુધી પહોંચ્યા પછી ખબર પડી કે એ સહુથી ઊંચું શિખર છે. માણસની પોતાની પહોંચના આધારે એ અન્ય વિશે વિચારે છે. એટલે જ કોઈના અભિપ્રાયની પરવાહ કર્યા વિના પોતાનું કામ કરતા રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ આપણને નીચા સમજે છે તો એનો રંજ ન કરાય. કદાચ એની પહોંચ એટલી જ હોય. વ્યક્તિ પોતે જ પોતાને સમજી અને જાણી શકે છે. તો પછી અન્યના લાઈક વેંચતા લેવાની ઘેલછા છોડીને એ પૈસામાંથી પોતાના વિકાસનો વિચાર કરવો જોઈએ. અન્ય વ્યક્તિ આપણું વ્યક્તિત્વ કેવી રીતે નક્કી કરી શકે? વ્યક્તિ સ્વ ને સમજવા લાગે પછી એને કોઈ રોકી નથી શકતું.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપ આપને મુંજવતા સવાલો નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકશો.

સવાલ: આપ ને ટીવીમાં જોયા હતા. પછી અચાનક આ લેખ વાંચવામાં આવ્યો. ખુબ આનદ થયો. અમે એક નવું મકાન લીધું છે. તમારા શો જોયા પછી અમે ઘણી બધી બાબતો વિશે સમજાવા લાગ્યું છે. અમે ઘરમાં આવ્યા ત્યારે ઘરની વચ્ચો વચ્ચ. એટલે કે બ્રહ્મમાં એક ટુકડો તોડીને ફરી લગાવેલો હતો. અમે જેમની પાસેથી ઘર લીધું હતું એમને ફોન કરીને પૂછ્યું તો એમણે એ જગ્યાએ જમીનમાં યંત્ર મુકેલું છે. મને ખબર છે કે બ્રહ્મનું મહત્વ શું હોય. વળી એમના ઘરમાં માનસિક બીમારી હતી એવી પણ ખબર પડી. તો હવે મારે શું કરવું જોઈએ?

જવાબ: આપને ભારતીય વાસ્તુમાં રસ છે એ જાણીને ખુબ આનદ થયો. નવા ઘર માટે અભિનંદન. તમારી વાત સાચી છે. બ્રહ્મમાં તોડફોડ ન જ કરાય. વળી જે યંત્રોની આપણે પૂજા કરીએ છીએ એને જમીનમાં કેવી રીતે મુકાય? એના પર પગ મુકીને ચાલી શકાય? બ્રહ્મમાં કશું પણ તોડવામાં આવે એટલે મન પર અસર થાય જ. આ જગાએ ટુકડો છે. તમે એ જગ્યાની આખી ટાઈલ કાઢીને યંત્ર વહેતા પાણીમાં વિસર્જન કરી દો. ખાસ ધ્યાન એ રાખજો કે નવી ટાઈલ બરાબર લાગે.

સવાલ: અમે દસ વરસ પહેલા એક ફ્લેટ લીધો હતો. આસપાસની બધી જ સ્કીમના ભાવ ડબલ થઇ ગયા. અમારી સ્કીમ ના ભાવ વધતા નથી. તો એના માટે કોઈ સુચન આપશો.

જવાબ: તમારી સ્કીમમાં મુખ્ય ત્રણ સમસ્યાઓ છે. ૧) ઉત્તર અને પૂર્વની વચ્ચેની જગ્યા નકારાત્મક છે. જે ભાવ વધવા ન દે. ૨) બ્રહ્મ અને પશ્ચિમનો દોષ છે જે આંતર કલેહ કરાવ્યા કરે છે. જેના કારણે બહાર તમારી છાપ સારી ન રહે. ૩) વનસ્પતિ નકારાત્મક છે. એટલે લોકોનો સ્વભાવ ઉત્તજિત રહે અને સ્વકેન્દ્રિત વિચારધારા આવે. એના માટે તમે શું કરી શકશો? આ સોસાયટીમાં તમે સુચન આપશો તો પણ અત્યારની ઉર્જા પ્રમાણે તમારી વાત માનવામાં નહિ આવે. તમારું ઘર પોઝીટીવ કરવાનું વિચારો. એના ભાવ સારા આવે એટલે નીકળી જઈ શકો.

સુચન: ઈશાનમાં વજન આવે તો હૃદયની તકલીફ થઇ શકે છે. તેથી ઈશાનમાં વજન ન રખાય.

(તમારા સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com)