આપણે નમસ્તે શા માટે કરીએ છીએ?

ભારતીય પ્રણાલી પાછળ વિજ્ઞાાન રહેલું છે એ વાત સાચી છે. વિશ્વ ના અનેક દેશોમાં અત્યારે એ વાત પર વિચારવા વાળા લોકો વધી રહ્યા છે. ઇતિહાસનું પુનરાવર્તન થતું હોય એવું લાગે છે. જે વાતનું ખંડન થતું હતું એના પર સંશોધન થાય એ સિદ્ધિ ગણાય. ભારતીય પ્રણાલી નો સ્વીકાર થયો પણ એની પાછળ ના કારણો આપણે પણ સમજવા જરૂરી છે.

 

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. નીચે જણાવેલા ઈમેઈલ પર આપ આપના સવાલો પૂછી શકો છો.

સવાલ: આપણે કોઈને મળીએ ત્યારે નમસ્તે શા માટે કરીએ છીએ?


જવાબ: કોવિડે ઘણા નિયમો સમજાવ્યા છે. વળી ઉર્જા ની રીતે વિચાર કરીએ તો આપણાં શરીરમાં ઘણા બધા એનર્જી પોઇન્ટ છે. એમાંથી હાથમાં અને પગમાં વધારે છે. જ્યારે બે હાથ જોડવામાં આવે ત્યારે એ રિચાર્જ થાય છે. સકારાત્મક વિચાર સાથે કોઈને મળીએ તો એની અસર લાંબી રહે.

સવાલ: એક સરકારી સંસ્થા દ્વારા અમને એક કામ મળ્યું. જે વ્યક્તિ એ હેન્ડલ કરતી હતી તે યોગ્ય ન હોવાના કારણે કામ પૂરું થયા પછી એક પણ રૂપિયો ન મળ્યો. પણ અપમાન પણ થયું. આ સંજોગોમાં શું કરી શકાય?

જવાબ: આપ ખૂબ ભલા છો. આખી પ્રક્રિયા જોતા માત્ર એક વ્યક્તિ નહીં પણ ઘણા લોકો એમાં જોડાયેલા છે. વળી એમને સન્માન શબ્દ સમઝાતો નથી. ખુરશી પર બેઠા પછી આવું કરે તે યોગ્ય ન ગણાય. લડવા કરતા એમને માફ કરી દો. કુદરતના ન્યાય પર વિશ્વાસ રાખો. તમને બીજે ક્યાંક થી એ મળી જશે.

સુચન : માનસિક તણાવ વધારે હોય તો ઈશાન ને સમજો.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)