નવી દિલ્હીઃ દિલ્હીની આબકારી નીતિ મામલામાં ધરપકડ કરવામાં આવેલા આપના નેતા મનીષ સિસોદિયાને એક વધુ આંચકો લાગ્યો છે. દિલ્હીની રાઉસ એવેન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. હાલ તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કસ્ટડીમાં છે અને એ કસ્ટડી 22 માર્ચે પૂરી થવાની છે. હવે 14 દિવસ કસ્ટડી વધારવામાં આવતાં સિસોદિયાને લાંબા સમય સુધી જેલમાં રહેવું પડશે.બીજી બાજુ, આ મામલે BRS નેતા કવિતાથી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. તે 22 માર્ચ સુધી EDના રિમાન્ડ પર રહેશે. હવે રાઉસ એવન્યુ કોર્ટે CBIવાળા માટે 14 દિવસની ન્યાયિક કસ્ટડી વધારી દીધી છે. તેમને તિહાર જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં ગયા પછી તેમણે પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે.
સિસોદિયાની સાથે-સાથે સત્યેન્દ્ર જૈને પણ મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. સિસોદિયા અને જૈનને સ્થાને સૌરભ ભારદ્વાજ અને આતિશીને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. સિસોદિયા મામલે સોમવારે દિલ્હી વિધાનસભામાં જોરદાર હંગામો થયો હતો. આપ પાર્ટી અને ભાજપે એકમેક પર આરોપ લગાવ્યા હતા.
દિલ્હીની આબકારી નીતિ મામલામાં સિસોદિયા પર આરોપ છે કે તેમણે પદના દુરુપયોગ કરીને કેટલાક લોકોને હિસાબથી જાણીબૂજીને નીતિમાં બદલાવ કર્યો હતો. આ મામલામાં અન્ય બીજા લોકોથી પૂછપરછ કરવામાં આવી છે અને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.