નવી દિલ્હીઃ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસઅધ્યક્ષ ખડગેએ CM યોગી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે बटेंगे तो कटेंगे જેવું નિવેદન કોઈ સાધુનું નિવેદન છે? કોઈ સાધુ આવું નિવેદન ના આપી શકે. આ વાત આતંકવાદી કહી શકે છે, તમે નહીં. કોઈ નાથ સંપ્રદાયના સાધુ આવી વાત કરી જ ના શકે, અમે ડરીશું તો મરીશું, અમે ડરવાવાળા નથી, એમ ઝારખંડના પલામુમાં છત્તરપુર વિધાનસભા ક્ષેત્રમાં જાહેર સભામાં મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું.
તેમણે આરોપ લગાવ્યો હતો કે મોદી-યોગીનો ઉદ્દેશ દેશની એકતાને ખતમ કરવાનો છે અને સત્તા જાળવી રાખવા તેઓ આ પ્રકારનાં નિવેદનો આપી રહ્યા છે. આવાં ભડકાઉ નિવેદનોનો હેતુ દેશમાં લોકોની વચ્ચે ફૂટ પાડવાનો છે., જેથી તેઓ રાજકીય સ્વાર્થ સાધી શકે. આ પ્રકારનાં નિવેદનોને તેમણે દાદાગીરીનું પ્રતીક ગણાવ્યાં હતાં.તેમણે PM મોદી અને UPના CM યોગી પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે બંને- પોતપોતાનાં ભાષણોમાં વિરોધભાસી નિવેદનો આપી રહ્યા છે. તેમણે PMના એક “एक हैं तो सेफ हैं” અને CM યોગીના “बंटेंगे तो कटेंगे”ના સૂત્ર પર સવાલો ઊભા કર્યા હતા.
लाईव: विशाल जनसभा
📍छतरपुर, झारखंड https://t.co/UyP6dpIJBJ
— Mallikarjun Kharge (@kharge) November 11, 2024
તેમણે કહ્યું હતું કે તેઓ અત્યાર સુધી ચાર ચૂંટણી સભાઓ યોજી ચૂક્યા છે. તેમણે રાજ્યમાં ગઠબંધનની સરકાર બનવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના રાજકારણ વિશે તેમણે ગઠબંધનની સરકાર રચાવાનો દાવો કર્યો હતો.
તેમણે PM મોદી અને CM યોગી પર દેશને વિભાજિત કરાવવાની નીતિ અપવાવવાનો આરોપ લગાવ્યો હતો. બંને નેતાઓના સૂત્રો વિરોધાભાસી હોવાનો તેમણે દાવો કર્યો હતો.