મુંબઈઃ મહારાષ્ટ્રમાં 34 જિલ્લાઓમાં 7,000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આજે મતગણતરી સાથે અને પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. 7,751 પૈકી 4,935 બેઠકોનું પરિણામ સ્પષ્ટ થઈ ગયું છે. એ મુજબ, ભારતીય જનતા પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બીજા સ્થાને છે. તે પછીના ક્રમે ભાજપની સહયોગી પાર્ટી બાળાસાહેબાંચી શિવસેના (એકનાથ શિંદે જૂથ), કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે) આવે છે. આ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ગયા રવિવારે મતદાન થયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભાજપ અને બાળાસાહેબાંચી શિવસેના જૂથે 2,089 સીટ પર વિજય હાંસલ કર્યો છે. એનસીપી-મહાવિકાસ આઘાડીએ 2,006 બેઠક જીતી છે. અમુક બેઠકો પર રસાકસી ચાલુ છે. ભાજપે રાજ્યમાં 1,455 ગ્રામપંચાયતોમાં સત્તા મેળવી છે. એકનાથ શિંદેનો બાળાસાહેબાંચી શિવસેના પક્ષ 634, ઉદ્ધવ ઠાકરેનો શિવસેના પક્ષ 495 અને કોંગ્રેસ 495 ગ્રામપંચાયતો પર સરસાઈમાં હતા.
સાંજે 7 વાગ્યાના ટ્રેન્ડ અનુસારઃ
▪️ એનડીએ: 3038
• ભાજપ – 2234
• શિવસેના (શિંદે જૂથ)- 804
▪️ મહાવિકાસ આઘાડી: 2978
• એનસીપી – 1448
• કોંગ્રેસ – 869
• શિવસેના (ઉદ્ધવ ઠાકરે) – 661
▪️ અન્યો: 1306