ભોપાલઃ 230-સભ્યોની મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી કાર્ય શરૂ કરાયું છે. પ્રાપ્ત ટ્રેન્ડ અનુસાર શાસક ભારતીય જનતા પાર્ટી મુખ્ય હરીફ કોંગ્રેસ સામે બહુમતી વોટ પ્રાપ્ત કરીને જ્વલંત વિજય તરફ અગ્રેસર છે. સવારે 10 વાગ્યાના ટ્રેન્ડ અનુસાર, ભાજપના ઉમેદવારો 152 બેઠકો પર આગળ હતા. કોંગ્રેસના ઉમેદવારો 76 સીટ પર આગળ હતા. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ફરી સરકાર રચવાનો દાવો કરી દીધો છે.
રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ બુધની બેઠક પર એમના હરીફ ઉમેદવાર કરતાં સરસાઈમાં હતા.
ઈન્દોર-1 મતવિસ્તારમાં ભાજપના કૈલાશ વિજયવર્ગીય અને નરેન્દ્રસિંહ તોમર સરસાઈમાં હતા. કોંગ્રેસના કમલનાથ છિંદવાડામાં સરસાઈમાં હતા.