નવી દિલ્હીઃ આજે ચંદ્રગ્રહણ છે અને તે ભારતમાં દેખાવાનું છે. ચાલુ વર્ષમાં આ બીજું ચંદ્રગ્રહણ હશે. એ વાસ્તવિક નહીં હોય, પણ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે. આ ગ્રહણની ખાસ વાત એ છે કે, સામાન્ય ચંદ્રમા અને ગ્રહણના ચંદ્રમામા વચ્ચેનું અંતર સમજી શકવું મુશ્કેલ હશે. ચંદ્રમાના આકારમાં પણ પરિવર્તન જોવા મળશે. આ સિવાય ચંદ્રગ્રહણનો સૂતક કાળ પણ માન્ય નહી હોય. આની પાછળ કારણ એ છે કે, ચંદ્રગ્રહણની ઉપછાયા ચંદ્રગ્રહણ હોવું તે. આમાં ચંદ્રમાં થોડોક બ્લર એટલે કે આછો નજર આવી શકે છે. આ ગ્રહણને નરી આંખે જોઈ શકાશે નહી. એટલે કે, આનો સૂતક કાળ પણ માન્ય નહી હોય. જ્યોતિષમાં એવા જ ગ્રહણને પૂર્ણ ગ્રહણ માનીને તેનો સૂતક કાળ માનવામાં આવે છે જેમાં ગ્રહણ નરી આંખે સ્પષ્ટ જોઈ શકાય.
ચંદ્રગ્રહણ 3 કલાક અને 18 મીનિટનું હશે. આ ચંદ્રગ્રહણ 5 જૂનના રોજ રાત્રે 11:15 વાગ્યે શરુ થશે. રાત્રે 12:54 વાગ્યે આની સૌથી વધારે અસર દેખાશે અને 6 જૂન 02:34 વાગ્યે આ ગ્રહણ સમાપ્ત થઈ જશે.
આ ચંદ્રગ્રહણને ભારત સિવાય યૂરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોઈ શકાશે. જ્યોતિષ અનુસાર, ગ્રહણ દરમિયાન કેટલીક વસ્તુઓને નિષેધ માનવામાં આવી છે. આમાં ગ્રહણ દરમિયાન ખાવા-પિવાનું, શુભ કાર્ય કરવું, ભગવાનની પૂજા-આરતી કરવી વગેરે નિષેધ છે. આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને પણ ઘરની બહાર ન નિકળવા માટે કહેવામાં આવ્યું છે.
માનવામાં આવે છે કે, ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન અશુદ્ધ થઈ જાય છે એટલે કે, એ ભોજનને ગ્રહણ ન કરવાની સલાહ આપવામાં આવે છે અથવા તો ભોજનની શુદ્ધતા જાળવી રાખવા માટે તેમાં તુલસી પત્ર મુકવામાં આવે છે.