લોકસભા ચૂંટણીઃ 11 કલાક સુધી પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં 10 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 96 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશમાં બધી 25 લોકસભા સીટોની સાથે જ વિધાનસભાની બધી 175 સીટો માટે મતદાન થઈ રહ્યું છે. આંધ્ર પ્રદેશના વિધાનસભ્ય શિવકુમારે મતદાન કેન્દ્ર પર એ સમયે વિવાદ ઊભો કર્યો હતો, જ્યારે તેમનો એક આમ આદમીથી ઝઘડો થયો હતો. તેમણે એક મતદાતાને તમાચો મારી દીધો હતો.

લોકસભા ચૂંટણીમાં 11 કલાક સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરમાં પડ્યા છે. બંગાળમાં બે જગ્યાએ અથડામણ થયાના અહેવાલ છે. આ સાથે સવારે 11 કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 23.12 ટકા, બિહારમાં 22.54 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 14.94 ટકા, ઝારખંડમાં 27.40 ટકા, મધ્ય પ્રદેશમાં 32.38 ટકા, મહારાષ્ટ્રમાં 17.51 ટકા, ઓડિશામાં 23.28 ટકા, તેલંગાણામાં 24.31 ટકા, ઉત્તર પ્રદેશમાં 27.12 ટકા અને પશ્ચિમ બંગાળમાં 32.78 ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં 13 સીટો પર 27.12 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં સૌથી વધુ મતદાન કનોજ સીટ પર મતદાન થયું છે, જેમાં SPના અધ્યક્ષ અખિલેશ યાદવ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પણ મતદાન કરતાં લોકોને વધુ ને વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

19 એપ્રિલથી શરૂ થયેલા લોકતંત્રના આ મહા પર્વમાં ત્રણ તબક્કામાં અત્યાર સુધી 285 સીટો પર મતદાન થઈ ચૂક્યું છે.