નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી મે સુધી લોકડાઉન લંબાવ્યું હતું, પણ હવે એ ત્રીજી મે પછી આગળ વધારવામાં ના એવી સંભાવના છે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ વાઇરસને લીધે લોકડાઉનના જોખમની વચ્ચે મંગળવારે સાંજે ચાર કલાકે સાઉથ બ્લોકમાં સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં પ્રધાનોના ગ્રુપ (GoM)ની બેઠક થશે. આ બેઠકમાં ત્રીજી મે પછી રાહત અને છૂટછાટ આપવા માટે ચર્ચા થશે. આ બેઠકમાં કેટલીક રાહત પર ચર્ચા થવાની સંભાવના છે. જોકે લોકડાઉન વધારવાની હવે સંભાવના નથી, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક લગાડવાનું અનિવાર્ય હશે. જોકે ટ્રેન અને પ્લેનથી આવાગમનની છૂટ મળવાની આશા નથી.
ત્રીજી મે પછી આંતરિક હેરફેરને મંજૂરી
દેશમાં ત્રીજી મેએ લોકકડાઉન પૂરું થયા પછી પણ માત્ર શહેરોમાં આંતરિક હેરફેરને મંજૂરી આપવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જીવન દિનચર્ચામાં સામેલ રહેશે. લાંબા સમય સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કને અનિવાર્ય રાખવામાં આવશે. ઘરેથી નીકળવાથી છૂટ મળશે, પણ માસ્ક પહેરવો ફરજિયાત પડશે. બે વ્યક્તિ વચ્ચે અંતર રાખવું જ પડશે. ઓફિસોમાં કામ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. એકસાથે ભીડ એકઠી થવા પર પ્રતિબંધ રહેશે. ધાર્મિક સંસ્થા જેવી જગ્યાઓએ, સામાજિક પ્રસંગોમાં હાલ રાહત નહીં મળે.