નવી દિલ્હીઃ દેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉનના છેલ્લા દિવસે દેશને સંબોધિત કર્યો હતો. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે નમસ્તે મારા દેશવાસીઓ, કોરોના વૈશ્વિક રોગચાળા સામેની ભારતની લડાઈ વધુ મજબૂત થશે. દેશવાસીઓની તપસ્યા, તમારા ત્યાગને કારણે કોરોનાથી થતા નુકસાનની દેશને બચાવી શકાયો છે. લોકોએ દુઃખો વેઠીને પણ દેશને બચાવ્યો છે. દેશવાસીઓ હું તમારી પાસે સપ્તપદીમાં તમારે મને સાથ આપવાનો છે. કોરોનાથી કોઈ પણ સ્થાનિક વિસ્તારમાં વ્યક્તિનું મૃત્યુ થાય છે, એ આપણા માટે દુખદ વાત છે.
વડા પ્રધાાન નરેન્દ્ર મોદીના મુખ્ય ભાષણના મુખ્ય અંશો આ પ્રમાણે છે….
હું દેશવાસીઓને નમન કરું છું
કોરોના વાઇરસ વૈશ્વિક રોગચાળા સામેની લડાઈ મજબૂતીથી આગળ વધી રહી છે.
તમે લોકોએ કષ્ટ વેઠીને પણ દેશનો બચાવ્યો છે. તમારા ત્યાગે દેશને બચાવ્યો છે.
હું જાણું છું કે તમને અનેક મુશ્કેલીઓ આવી છે, છતાં તમે ઘણું સહન કર્યું છે
હું ડો. બાબાસાહેબને તેમની જન્મજયંતી પર દેશવાસીઓ તરફથી નમન કરું છું.
કેટલાય રાજ્યોમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે.
લોકડાઉનના સમયમાં લોકો સાદગીથી તહેવારો મનાવી રહ્યા છે.
હું દેશવાસીઓને આવતા તહેવારોની શુભેચ્છા આપું છું.
ભારતે પ્રારંભથી એરપોર્ટ પર આવતા પ્રવાસીઓની સ્ક્રીનિગ શરૂ કર્યું હતુ
અનેક દેશોની સ્થિતિની તુલનાએ આપણા દેશની સારી સ્થિતિ છે
અન્ય દેશોની તુલનાએ કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસ કારગત સાબિત થયા છે
ભારત કરતાં અન્ય દેશોમાં કોરોનાના કેસ 25થી 30 ટકા વધ્યા છે.
ભારત પાસે સીમિત સંસાધનો છે, છતાં ભારતે સારી કામગીરી કરી છે.
સામાજિક સંસ્થાઓએ જવાબદારી સાથે કામ કર્યું છે.
ભારતે સમસ્યા વધે એની રાહ જોઈ નથી
ભારતે જે રસ્તો અપનાવ્યો છે એ યોગ્ય છે.
સોશિયલ ડિસ્ટન્સિંગનો લાભ ભારતને મળ્યો છે.
ભારતે બહુ લોકડાઉનથી મોટી કિંમત ચૂકવવી પડી છે, પણ
ભારત સમસ્યાને જોતાં ભારતે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારોએ બહુ જવાબદારી સાથે કામ કર્યું છે.
દરેક રાજ્યો તરફથી લોકડાઉન વધારાવાના સૂચન આવ્યા છે
દરેક નિષ્ણાતો દ્વારા પણ લોકડાઉન વધારવાનાં સૂચન આવ્યાં છે
દેશના લોકોએ પણ લોકડાઉન વધારવા માટે સૂચનો કર્યાં છે
વડા પ્રધાને ત્રીજી મે સુધી લોકડાઉન વધાર્યું છે…
બધાં સૂચનોને જોતા લોકડાઉન ત્રીજી મે સુધી વધારવું પડશે.
કેટલાંક રાજ્યોએ તો પહેલેથી લોકડાઉન વધારી દીધાં છે.
એક મહિના સુધી આપણે સખતાઈથી પાલન કરવું પડશે.
આપણે કોઈ પણ કિંમતે કોરોનાનો ફેલાવવો અટકાવવો છે.
આપણે પહેલાથી વધુ હવે સર્તક રહેવાની જરૂર છે.
આપણે હોટસ્પોટ સામે કડક નિગરાની રાખવી પડશે
આગળના એક સપ્તાહમાં સખતાઈ વધુ વધારવામાં આવશે
દરેક રાજ્ય, જિલ્લા, પોલીસ સ્ટેશને 20 એપ્રિલ સુધી કડક પાલન કરવું પડશે.
જ્યાં નવો કેસ નહીં હોય ત્યાં 20 એપ્રિલથી રાહત આપવામાં આવશે
રાજ્યોને 20 એપ્રિલ સુધી બહુ બારીકાઈથી જોવામાં આવશે
20 એપ્રિલથી અમુક એરિયામાં રાહત આપવામાં આવશે
વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને મદદ કરવામાં આવશે
હાલ રવી પાકની લણણીનું કામ ચાલુ છે
કેન્દ્ર અને રાજ્યો દ્વારા ખેડૂતોને મુશ્કેલી ના પડે એનું ધ્યાન રાખવામાં આવશે.
જોકોઈ હોટસ્પોટ બનશે તમામ રાહત પાછી ખેંચવામાં આવશે
માનવ કલ્યાણ માટે અને વિશ્વ કલ્યાણ માટે વૈજ્ઞાનિકોને દવા બનાવવા આહવાન કર્યું છે
વડા પ્રધાન મોદીએ આ સાત વાતોમાં લોકોનો સાથ માગ્યો હતો….
હું તમારી સાત વાતોમાં તમારો સાથ માગું છું.
આ સપ્તપદી વિજય મેળવવાની વાત છે.
તમારા ઘરના વરિષ્ઠ સભ્યોની વધારે સંભાળ લેવાની છે.
બીજી વાત લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને લક્ષ્મણરેખાનું પૂરેપૂરું પાલન કરો
ઘરમા બનેલા માસ્કનો ઉપયોગ કરો
તમારી રોગપ્રગતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની સલાહ માનો
આયુષ એપને ડાઉનલોડ કરો
જેટલું બને એટલું ગરીબ માણસોના ભોજનની વ્યવસ્થા કરો
તમારા વેપાર-ધંધામાં તમારા કર્મચારીને બરતરફી ના કરો
જ્યાં છો, ત્યાં રહો, સ્વસ્થ રહો. સુરક્ષિત રહો.
દેશમાં કોરોના વાઇરસના કેસ વધીને 10,000ને પાર થઈને 10,363 થયા છે અને અત્યાર સુધી આ વાઇરસ 339 લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. જોકે આ રોગમાંથી 1,035 લોકો સાજાનરવા થઈ ચૂક્યા છે.
વડા પ્રધાને દેશને સંબોધતા પહેલાં ટ્વીટ કર્યું
કોરોના વાઇરસને રોકવા માટે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉનનો આજે છેલ્લો દિવસ છે. વડા પ્રધાન મોદીએઅ દેશનો સંબોધિત કરવાના થોડા કલાક પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું કે કોરોના વાઇરસ સામેના જંગમાં એકજૂટ મળીને લડીશું. તેમણે વિવિધ તહેવારો માટે દેશની જનતાને શુભેચ્છાઓ આપી હતી. તેમણે કહ્યું હતું કે આ તહેવારોથી ભારતમાં ભાઈચારાની ભાવના મજબૂત થાય છે. આ તહેવારો ખુશી અને સારું આરોગ્ય લાવશે. જેથી આવનારા સમયમાં કોરોના વાઇરસના જોખમથી મળીને લડવા માટે આપણને વધુ શક્તિ મળે છે.