શ્રીકૃષ્ણ જન્મસ્થાનની આસપાસની દારૂ, બિયરની દુકાનો બંધ

મથુરાઃ મથુરામાં શ્રીકૃષ્ણ જન્મસ્થળના 10 કિલોમીટરના વિસ્તારમાં કોઈ દારૂનું સેવન હવે નહીં કરી શકે. આ 10 કિમીના વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી મથુરા નગર નિગમના 22 વોર્ડોની દારૂ, બિયર અને ભાંગ વગેરેની 37 દુકાનો પર બુધવારથી વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે, એવી માહિતી અધિકારીઓએ આપી હતી. આબકારી વિભાગે એક જૂનથી માદક પદાર્થોની દુકાનોના વેચાણને બંધ કરવાનો આદેશ મળ્યો હતો, જેનો બુધવારથી અમલ શરૂ થયો છે. વિભાગે બધી 37 દુકાનો પર તાળાં લગાડી દીધાં છે.

મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મથુરામાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મસ્થાનથી અઢી કિમીના પરિધિમાં આવનારા 10 કિમીના વિસ્તારમાં બધા પ્રકારનાં માંસ, દારૂ વગેરે માદક પદાર્થોના વેચાણ પર પ્તિબંધ કરવાનું એલાન કર્યું હતું. જેથી માંસનું વેચાણ કરતી વેચાણવાળી દુકાનો પર અમલ શરૂ થઈ ગયો છે.

જિલ્લાના વહીવટી તંત્રએ અને પોલીસ અધિકારોએ એ દુકાનો પર પહોંચીને દુકાનો પર પહોંચીને તત્કાળ અસરથી માંસ, દારૂના વેચાણને બંધ કરાવ્યું હતું. જોકે કેટલાંક ટેક્નિકલ કારણોથી દારૂ, બિયર અને ભાંગની દુકાનો પર માદક પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ જારી હતું. જોકે વહીવટી તંત્રએ 37 દુકાનો બંધ કરાવી દીધી હતી.

બે દિવસ પહેલાં જ વહીવટી તંત્રથી દારૂની દુકાનો તત્કાળ અસરથી બંધ કરાવવાનો આદેશ મળ્યો હતો, એમ આબકારી અધિકારી પ્રભાત ચંદે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે આ દુકાનો પર સંપૂર્ણ રીતે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હવે એક જૂનથી દારૂની દુકાન સંપૂર્ણ બંધ કરાવી દીધી છે.