LIC-IPO: વીમા પોલિસીને પેન-કાર્ડ સાથે લિન્ક કરો, આ રીતે…

નવી દિલ્હીઃ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અથવા LIC દ્વારા ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) સેબીમાં ફાઇલ થઈ ચૂક્યું છે. દેશનો સૌથી મોટો LICનો IPO માર્ચ, 2022માં આવવાની ધારણા છે. જેથી પોલિસીહોલ્ડર્સને IPOમાં મોટો લાભ મળવાનો છે. જેથી LICએ એ સ્પષ્ટ કર્યું છે કે પોલિસીધારકોની શ્રેણીમાં અરજી કરવા ઇચ્છતા રોકાણકારોએ તેની પોલિસીને પેન કાર્ડથી લિન્ક કરવી જરૂરી છે. પોલિસીધારકે 28 ફેબ્રુઆરી, 2022 સુધી રોકાણકારને પોલિસી પેન કાર્ડ સાથે લિન્ક કરવા માટે નિર્દેશ આપ્યા છે.

આમ, જે LIC પોલિસીધારક IPOમાં ભાગ લેવા ઇચ્છતા હોય, તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની વીમા પોલિસીને પેન કાર્ડ સાથે લિન્ક કરી લે અને લિન્ક ના કરાવી હોય તો આપેલી સમયમર્યાદામાં પોલિસી સાથે પેન કાર્ડ લિન્ક કરાવે.

PAN-LIC અપડેટ થવાનું સ્ટેટસ ચેક કરી લો

  1. 1. https://linkpan.licindia.in/UIDSeedingWebApp/getPolicyPANStatus પર જાઓ.
    2 પોલિસી નંબર, જન્મ તિથિ અને PANની વિગતો ભરો, એ સાથે કેપ્ચા નંબર નાખો અને પછી એને સબમિટ કરો
    3. પ્રક્રિયા પૂરી થયા પછી સ્ક્રીન પર સ્ટેટ દેખાશે.

રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડતો નથી. આ માટે તમારી જન્મ તારીખ, નામ, પોલિસી નંબર દાખલ કરવો પડશે. એકવાર રજિસટ્રેશન થઈ ગયા બાદ તમે ગમેત્યારે તમારું સ્ટેટસ ચકાસી શકો છો.