નવી દિલ્હીઃ દેશમાં કોરોના રોગચાળા પર કાબૂ મેળવવા માટે ઝડપથી કોરાનાની રસીના ઉત્પાદન અને રસીકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે. દેશમાં હાલ બે કોરોનાની રસી- કોવિશિલ્ડ અને કોવેક્સિનથી લોકોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે કોરોની રસીને લઈને કેટલાય પ્રકારના પ્રયોગ હજી જારી છે. ઇન્જેક્શનને બદલે નેઝલ ફોર્મમાં કોરોના રસી વિકસિત કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે. વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં નેઝલ રસીનો ઉલ્લેખ કર્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે નેઝલ રસી પર સંશોધન થઈ રહ્યું છે. આ રસી સિરિંઝથી નહીં પણ નાકમાં સ્પ્રે કરવામાં આવશે. જો ટેસ્ટમાં સફળતા મળશે તો રસીકરણમાં ઓર ઝડપ આવશે.
નેઝલ સ્પ્રે રસીને નાક વાટે આપવામાં આવે છે. એ નાકમાં અંદરના ભાગે ઇમ્યુન તૈયાર કરે છે. એને વધુ અસરકારણ એટલા માટે માનવામાં આવે છે, કેમ કે કોરોના સહિત હવાથી ફેલાતી બીમારીઓનું સંક્રમણ મોટે ભાગે નાક દ્વારા થાય છે. નાકના અંદરના ભાગમાં ઇમ્યુનિટી તૈયાર થવાથી આવી બીમારીઓને અટકાવવામાં વધુ અસરકાર સાબિત થશે.
નેઝલ રસીના લાભાલાભ
- ઇન્જેક્શનથી છુટકારોનાકની અંદરના ભાગે ઇમ્યુન તૈયાર થવાથી શ્વાસથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે.
- ઇન્જેક્શનની છુટકારાને કારણે હેલ્થવર્ક્સને ટ્રેનિંગની જરૂર નહીં.
- બાળકોમાં રસીકરણમાં સરળતા રહેશે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની એક્સપર્ટની સમિતિએ હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક કંપનીને નાકથી અપાતી રસીના પહેલા તબક્કામાં પરીક્ષણની મંજૂરી આપી છે. ઇન્ફ્લુએન્ઝા અને નેઝલ ફ્લુની નેઝલ રસી અમેરિકા જેવા દેશોના બજારોમાં ઉપલબ્ધ છે.